હવે આ નથી રહ્યું ગાંધીનું ગુજરાત, ડ્રગ્સ અને દારૂની રેલમછેલના આંકડા સરકારે આપ્યા

Gujarat Crime : છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧૯૭ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. વિધાનસભામાં રજૂ થયેલી વિગતોની વિસ્તૃત વિગતો બહાર આવી. જેમાં સરકારે કબૂલ્યુ કે, ભારતમાં બનેલી વિદેશી દારૂની ૧.૬૬ કરોડથી વધુ બોટલ ગુજરાતમાંથી ઝડપાઈ છે

હવે આ નથી રહ્યું ગાંધીનું ગુજરાત, ડ્રગ્સ અને દારૂની રેલમછેલના આંકડા સરકારે આપ્યા

Gujarat Crime News : એક સમય હતો જ્યારે ગુજરાતના દારૂબંધીની મિશાલ અપાતી હતી. પરંતુ હવે આ મામલે ગુજરાતની છબી ખરડાઈ ચૂકી છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ એટલું પકડાય અને પીવાય છે કે સરકારી દાવા પણ પોકળ સાબિત થયા છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં સત્ર દરમિયાન સરકારે તેના આંકડા આપ્યા. ગુજરાતમાંથી કેટલું દારૂ અને ડ્રગ્સ પકડાયું તે અંગે ગુજરાત સરકારે વિધાનસભામાં આંકડા આપ્યા. જે આ મુજબ છે. 

સરકારે વિધાનસભામાં કહ્યું કે, ગુજરાતમાં અને દરિયાઈ સીમામાંથી હજાર કરોડથી વધારાનું ડ્રગ્સ પકડાયું છે. વિધાનસભાની પ્રશ્નાતરીમાં ઉમેશ મકવાણા દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે કે, અદાણી પોર્ટ ઉપરથી 375 કરોડ 50 લાખનું હેરોઈન 75 કિલો પકડાયું છે. જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક પ્રશ્નમાં માનવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ભારતીય જળ સીમામાંથી ગુજરાત એટીએસ દ્વારા 924 કરોડ 97 લાખની કિંમતનું 184.994 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું છે. ભારતીય જળસીમાંથી પકડાયેલા ડ્રગ્સ માટે જવાબદાર 40 આરોપીઓને એટીએસએ પકડી પાડ્યા છે. જેમાં 32 પાકિસ્તાની 1 અફઘાનિસ્તાન અને 7 ભારતીય હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો.

તો સરકારે માહિતી આપી કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧૯૭ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. વિધાનસભામાં રજૂ થયેલી વિગતોની વિસ્તૃત વિગતો બહાર આવી. જેમાં સરકારે કબૂલ્યુ કે, ભારતમાં બનેલી વિદેશી દારૂની ૧.૬૬ કરોડથી વધુ બોટલ ગુજરાતમાંથી ઝડપાઈ છે. રાજ્યમાં ૩.૯૪ કરોડનો દેશી દારૂ પણ ઝડપાયો છે. 

તો બીજી તરફ ગૃહમાં સરકારે જણાવ્યું કે, અમદાવાદના ચંડોળા તળાવનો કબજો રાજ્ય સરકાર લેશે. વિધાનસભામા રાજ્ય સરકારે ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્ન પર જવાબ આપ્યો કે, ચંડોળ તળાવ સિંચાઈ હસ્તકનું હોઈ અસરગ્રસ્તોની વિગત મેળવી કબ્જો લેવાશે. ચંડોળા તળાવમાં હાલ રહેણાંક, વાણિજ્યિક અને ધાર્મિક દબાણો હોવાનો પણ સરકારે સ્વીકાર કર્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news