હનીટ્રેપ: રૂપિયાની માયા માટે ગોઠવાયેલા પ્લાનમાં થઇ હત્યા, જાણો મર્ડર મિસ્ટ્રી

શહેરમાં હનીટ્રેપમાં હત્યાની ઘટના સામે આવ્યો છે. શહેરના રૈયાધાર વિસ્તારમાં જામનગરના વેપારીને હનિટ્રેપમાં ફસાવવામાં આવ્યો અને તેનો બિભસ્ત વિડીયો ઉતારીને ઢોર માર મારવામાં આવ્યો. મારને કારણે વેપારીનું મોત નીપજ્યુ. માત્ર રૂપિયાની લાલચમાં ગોઠવાયેલી આ જાળ હત્યા સુધી પહોંચી અને તોડબાજ ટોળકીએ વેપારીને મૃતદેહને સગેવગે કરવાનો પ્લાન પણ બનાવી દીધો જો કે આ પ્લાનમાં તેઓ સફળ થાય તે પહેલા જ પોલીસ ત્યાં પહોંચી અને મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાય ગયો.

હનીટ્રેપ: રૂપિયાની માયા માટે ગોઠવાયેલા પ્લાનમાં થઇ હત્યા, જાણો મર્ડર મિસ્ટ્રી

રક્ષિુત પંડ્યા/રાજકોટ: શહેરમાં હનીટ્રેપમાં હત્યાની ઘટના સામે આવ્યો છે. શહેરના રૈયાધાર વિસ્તારમાં જામનગરના વેપારીને હનિટ્રેપમાં ફસાવવામાં આવ્યો અને તેનો બિભસ્ત વિડીયો ઉતારીને ઢોર માર મારવામાં આવ્યો. મારને કારણે વેપારીનું મોત નીપજ્યુ. માત્ર રૂપિયાની લાલચમાં ગોઠવાયેલી આ જાળ હત્યા સુધી પહોંચી અને તોડબાજ ટોળકીએ વેપારીને મૃતદેહને સગેવગે કરવાનો પ્લાન પણ બનાવી દીધો જો કે આ પ્લાનમાં તેઓ સફળ થાય તે પહેલા જ પોલીસ ત્યાં પહોંચી અને મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાય ગયો.

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં એક વ્યક્તિની લાશને સગેવગે કરવાની તૈયારી થઇ રહી છે જેના આધારે પોલીસે રૈયાધારમાં આવેલા શાંતિનગર સોસાયટીના શ્યામરાજ 1 એપાર્ટમેન્ટના ફલેટ નંબર 201માં દરોડો કર્યો હતો જ્યાં પોલીસને જામનગરના વેપારી કીરીટ મહેતાની લાશ મળી હતી.પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા વેપારીને હનીટ્રેપમાં ફસાવીને મોતને ધાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યુ હતુ જેના આધારે પોલીસે અલી શેખ,વંદના ઉર્ફે વંસીકા વાઘેલા અને ગાયત્રીબા પરમાર નામના વ્યક્તિઓની અટકાયત કરી હતી.

કઇ રીતે રચાયું કાવતરૂ ?
પોલીસના કહેવા પ્રમાણે મરણજનાર કીરીટ મહેતા વંદના વાઘેલા નામની યુવતી સાથે સંપર્કમાં હતા. મંગળવારના બપોરના સમયે કીરીટને વંદનાએ ફોન કરીને શ્યામરાજ એપોર્ટમેન્ટમાં બોલાવ્યા હતા. જ્યારે પણ કીરીટ અને વંદના એક રૂમમાં ગયા કે તુરંત યાસીન ઉર્ફે નાનાભાઇ સાંઢ નામનો વ્યક્તિ પોતે વંદનાનો પતિ હોવાનું કહીને રૂમમાં આવી ગયો હતો અને તેને કીરીટના બિભસ્ત વિડીયો ઉતારી લીધા હતા. બાદમાં કીરીટ પાસે રૂપિયાની માંગ કરી હતી અને રૂપિયા નહિ આપતા તેને ઢોર માર મારવા લાગ્યા. જો કે, ભયભીત થયેલા કીરીટ મહેતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ. કીરીટનું મોત નીપજતા વંદના અને તેની ટોળકી ભયભીત થઇ ગઇ હતી અને કીરીટના મૃતદેહનો નિકાલ કરવાનો કારસો રચ્યો.

લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે ફરી આલાપ્યો અશાંતધારાનો રાગ 

જો કે વાત આટલાથી અટકી ન હતી. સાંજના સાડા ચાર વાગ્યે કીરીટનું મોત નીપજ્યુ જે બાદ વંદના અને તેના સાગ્રીતોએ મૃતદેહનો નિકાલ કરવાનો પ્લાન બનાવ્યો હતો. અંધારૂ થતા જ અવાવરૂ સ્થળ પર મૃતદેહને દાટી દેવાનો પ્લાન બનાવ્યો આ માટે ગોપાલ ચોક નજીકથી 15 થેલી મીઠું પણ લઇ આવ્યા હતા જો કે આ પ્લાનમાં સફળ થાય તે પહેલા જ ટોળકીનો ભાંડો ફૂટી ગયો અને આખો ભેદ ઉકેલાય ગયો.

અમદાવાદ: શોપિંગ ફેસ્ટીવલને સફળ બનાવા AMC યોજશે હેરીટેજ ઓટો અક્સપો

પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલા આરોપી પૈકી અલી શેખ અગાઉ ગેરકાયદેસર હથિયારના ગુનામાં એસઓજી પોલીસના હાથે પકડાય ચૂક્યો છે જ્યારે વંદના અગાઉ અમરેલી જિલ્લામાં ઇમ્મોરલ ટ્રાફિક એક્ટના ગુનામાં પકડાય ચૂકી છે. હાલ તો પોલીસે ત્રણેય આરોપીના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે જ્યારે આ કેસનો વધુ એક આરોપી યાસીનની શોધખોળ શરૂ કરી છે..પોલીસને આશંકા છે કે આ ટોળકીએ અનેક લોકોને હનીટ્રેપમાં ફસાવ્યા હોય શકે છે જે દિશામાં તપાસ શરૂ કરી છે ત્યારે હનીટ્રેપની આ મર્ડરમિસ્ટ્રીમાં ક્યાં નવા રાઝ ખૂલે છે તે જોવાનું રહ્યુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news