કાગવડ ખોડલધામ મંદિર ખાતે હોળી-ધૂળેટીની ઉજવણી કરાઈ; 1 લાખ ભક્તોએ માના દર્શન કર્યા

ખોડિયાર માતાજીને અબીલ -ગુલાલનો રંગ, ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો. પાર્કિંગથી લઈને મંદિર સુધી સ્વયંસેવકની ટીમ ખડેપગે રહે છે. મોટી ઉંમરના વૃધ્ધો માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગોલ્ફ કારની સુવિધા રાખવામાં આવી છે.

કાગવડ ખોડલધામ મંદિર ખાતે હોળી-ધૂળેટીની ઉજવણી કરાઈ; 1 લાખ ભક્તોએ માના દર્શન કર્યા

ઝી બ્યૂરો/કાગવડ: મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું કાગવડ ગામમાં આવેલું ખોડલધામ મંદિર દેશ -વિદેશમાં જાણીતું બની ગયું છે. ટૂંકાગાળામાં જ ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે. ત્યારે હોળી - ધુળેટીના તહેવારને લઈને ખોડલધામ મંદિર ખાતે ત્રણ દિવસમાં એક લાખ ભક્તોએ દર્શન કર્યા. 

No description available.

ખોડિયાર માતાજીને અબીલ -ગુલાલનો રંગ, ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો. પાર્કિંગથી લઈને મંદિર સુધી સ્વયંસેવકની ટીમ ખડેપગે રહે છે. મોટી ઉંમરના વૃધ્ધો માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગોલ્ફ કારની સુવિધા રાખવામાં આવી છે.

No description available.

ખોડલધામ મંદિરમાં દર્શનાર્થે
આવતા મોટી ઉંમરના વૃધ્ધો અને પગપાળા ચાલી ના શકતા હોઈ તેવા ભક્તો માટે ગોલ્ફ કાર અને વ્હીલચેરની વ્યવસ્થા પણ ખોડલધામ ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે. દર્શનાર્થે આવતા ભક્તો માટે દિવસ દરમિયાન ચાનો પ્રસાદ ફ્રીમાં આપવામાં આવે છે. સ્વયંસેવકો વાર તહેવારમાં મંદિરમા સેવા કરવા આવી પહોંચે છે.

No description available.

ખોડલધામ મંદિરમાં વાર તહેવારમાં હર હંમેશ યુવાનો, વડીલો, મહિલાઓ હરવા ફરવાના બદલે ખોડલધામ મંદિરના કેમ્પસમાં અલગ અલગ પ્રકારની સેવા જેવી કે પાર્કિંગ, કેન્ટીન, ભોજનાલય, સહિતની સેવાઓમાં આવી પહોંચે છે મંદિરની અંદર ભક્તોને શાંતિથી દર્શનનો લાભ મળી રહે તે માટે સ્વયંસેવકની ટીમ ખડેપગે રહે છે.

No description available.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news