18 જૂને હીરાબાનો જન્મદિવસ, વડનગરમાં દિવાળી જેવો માહોલ, પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો શનિવારે જન્મદિવસ છે. હીરાબા 100 વર્ષના થવાના છે. ત્યારે પરિવારજનો દ્વારા વડનગરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. 

18 જૂને હીરાબાનો જન્મદિવસ, વડનગરમાં દિવાળી જેવો માહોલ, પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે

મહેસાણાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો 18 જૂને જન્મદિવસ છે. હીરાબાને 100 વર્ષ થવાના છે. મહત્વનું છે કે આજ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે છે. પોતાના ગુજરાતના પ્રવાસ દરમિયાન પીએમ મોદી પણ માતા હીરાબાની મુલાકાત લઈ શકે છે. તો હીરાબાના 100માં જન્મદિવસને ખાસ બનાવવા વડનગરમાં દિવાળી જેવો માહોલ છે. 

વડનગરમાં થશે ખાસ આયોજન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો જન્મદિવસ શનિવાર 18 જૂને છે. હીરાબાના જન્મદિવસ પહેલા વડનગરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે પ્રહ્લાદભાઈ મોદીએ કહ્યુ કે, વડનગરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તો પરિવાર દ્વારા જ્ઞાતિ ભોજનનું પણ આયોજન કરાયું છે. 18 જૂને હીરાબાના જન્મદિવસના દિવસે વડનગરની તમામ શાળાના બાળકોને મગના શીરાનું ભોજન પણ આપવામાં આવશે. 

પ્રહ્લાદ મોદીએ આપેલી માહિતી પ્રમાણે હીરાબેનની ઉંમરના 100 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. અમે વડનગરના હાટકેશ્વર મંદિરમાં એક નવચંડી યજ્ઞ અને સુંદર કાંડના પાઠનું આયોજન કર્યું છે. આ અવસર પર મંદિરમાં એક સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો પરિવાર દ્વારા આ દિવસે બપોરે અમદાવાદના જગન્નાથ મંદિરમાં બપોરના ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

માતાને મળી શકે છે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ દરમિયાન તેઓ ગાંધીનગર જઈ માતાના આશીર્વાદ લઈ શકે છે. પીએમ મોદી પોતાની યાત્રા દરમિયાન વડોદરામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ પહેલાં પીએમ મોદી માર્ચ મહિનામાં ગુજરાતના પ્રવાસ દરમિયાન ગાંધીનગર સ્થિત નિવાસ્થાને માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. 

ગાંધીનગરમાં આ રોડનું નામ પૂજ્ય હીરાબા માર્ગ અપાયું
ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડે ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામ આપવામાં આવ્યુ છે. આ વિશે ગાંધીનગર પાલિકા દ્વારા જણાવાયુ કે, જેઓએ પોતાના સમગ્ર જીવન, ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાથી દેશની સેવા કરી છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા આવતીકાલે 18 જૂને 100 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને રાસયણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ તરીકે નામકરણ કરાયુ છે. હીરાબાનું નામ સદાય જીવંત રહે અને ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાનો બોધપાઠ લે તે હેતુથી આ માર્ગને તેમનુ નામ આપવામાં આવ્યુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news