છેલ્લા 6 વર્ષથી વસતા મૂળ પાકિસ્તાનના હિન્દુઓને મળશે ભારતનું નાગરિત્વ

ભારતમાં 6 વર્ષથી વસવાટ કરી રહેલા પાકિસ્તાની હિન્દુઓને ભારતનું નાગરિત્વ મળશે. રાજકોટમાં કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવતા રાજકોટમાં વસતા પાકિસ્તાની હિંન્દુઓએ કેક કટિંગ કરીને સરકારના નિર્ણયને આવકાર્યો હતો. ભારત છેલ્લા કેટલાક વર્ષોથી વસતા પાકિસ્તાની હિન્દુઓમાં આ પ્રકારના નિર્ણયથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 
છેલ્લા 6 વર્ષથી વસતા મૂળ પાકિસ્તાનના હિન્દુઓને મળશે ભારતનું નાગરિત્વ

રક્ષિત પંડ્યા/રાજકોટ: ભારતમાં 6 વર્ષથી વસવાટ કરી રહેલા પાકિસ્તાની હિન્દુઓને ભારતનું નાગરિત્વ મળશે. રાજકોટમાં કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવતા રાજકોટમાં વસતા પાકિસ્તાની હિંન્દુઓએ કેક કટિંગ કરીને સરકારના નિર્ણયને આવકાર્યો હતો. ભારત છેલ્લા કેટલાક વર્ષોથી વસતા પાકિસ્તાની હિન્દુઓમાં આ પ્રકારના નિર્ણયથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

મહત્વનું છે, કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં પાકિસ્તાનથી કોઇ કારણોસર ભારતમાં આવી ગયેલા હિન્દુ લોકોને પહેલા 7 વર્ષ બાદ નાગરિત્વ મળતુ હતુ. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા કરાવમાં આવેલા ફેરફારમાં કરીને 6 વર્ષ કરી દેવમાં આવ્યા છે. જેથી મૂળ પાકિસ્તાનના હિન્દુ લોકોને ભારતનું નાગરિકત્વ મળી જશે.

મહત્વનું છે, કે આ પ્રકારના નિર્ણયથી મોટી સંખ્યામાં પાકિસ્તાનના ભારતમાં વસતા લોકોમાં ખુશી જોવા મળી હતી. ભારતનું નાગરિત્વ મળવાને કારણે તેમને ભારત સરકાર તરફથી મળતા તમામ લાભ મળશે. આ નિર્ણયથી રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોથી વસવાટ કરતા મૂળ પાકિસ્તાનના હિન્દુઓએ કેક કાપીને ઉજવણી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news