ગુજરાતીઓના મોંઘેરા શોખ : 51 લાખની ગાડીમાં ખાસ નંબર લેવા 1.01 કરોડની બોલી લગાવી!
Highest Car Bid In Rajkot RTO : ગુજરાતમાં સૌથી પસંદગીના નંબર માટે રાજકોટ RTO કચેરીમાં બોલી લાગી, પસંદગીના નંબરો માટે 11.52 લાખથી 1.01 કરોડ સુધીની બોલી
Trending Photos
Rajkot News : રાજકોટ RTO માં ગાડીઓ માટે પસંદગીના નંબરનો અનેરો ક્રેઝ જોવા મળ્યો છે. અલગ અલગ 10 નંબરો માટે કરોડોની બોલી લાગી હતી. આરટીઓની નવી ખુલી રહેલ સિરીઝ GJ 03 NKમાં નંબર મેળવવા કરોડપતિઓએ બોલી લગાવી હતી. જેમાં માત્ર એક 9 નંબર માટે લાગી રૂપિયા 1,0124000 કરોડની બોલી લાગી હતી. ત્યારે આ બતાવે છે કે ગુજરાતીઓનો ગાડીઓનો શોખ કેટલો મોંઘો છે. એક ગુજરાતીએ 51 લાખની ગાડીમાં ખાસ નંબર લેવા 1.01 કરોડની બોલી લગાવી હતી.
તાજેતરમાં જ આરટીઓ દ્વારા કાર સિરીઝ GJ03NKના ઓનલાઈન ઓક્શનનું પરિણામ જાહેર કરાયું હતું. રાજકોટ RTOમાં પસંદગીના નંબરો મેળવવા માટે કરોડો રૂપિયાની બોલી લાગી છે. જેમા નંબર 9 માટે રાજ્યમાં સૌથી વધુ એક કરોડથી વધુ રકમની બોલી લાગતા સૌ કોઈ ચોંકી ગયા હતા. અલગ અલગ નંબરો માટે બોલી લાગી હતી, પરંતુ 9 નંબર માટે એક શખ્સે સૌથી વધુ બોલી લગાવી. કારમાં GJ-03-NK-0009 નંબર માટે કથીરી ખાલિદબિન મેસનભાઈએ 1.01 કરોડની બોલી લાગી છે. જે ગુજરાતમાં સૌથી વઘુ બોલી હોવાનું સામે આવ્યું છે.
- નંબર 0001 માટે રૂ.11.53 લાખ
- નંબર 7 માટે રૂ.8.10 લાખ
- નંબર 1111 માટે રૂ.5.23 લાખ
- નંબર 0111 માટે રૂ.2.21
- નંબર 0777 માટે રૂ.1.51 લાખ
- નંબર 0222 માટે 1.27 લાખ
- નંબર 0008 માટે રૂ.1.07 લાખ
- નંબર 0303 માટે 1.16 લાખ
રૂપિયા જમા નહિ કરાવે તો ડિપોઝીટ પણ જશે
જો કે બોલી લગાવનાર વ્યક્તિ સાત દિવસમાં રકમ નહિ જમાં કરાવે તો નંબર પણ જશે અને વ્યક્તિની રૂ.40 હાજર ડિપોઝિટ પણ જશે. કેટલાક લોકો પસંદગીના નંબર માટે બોલી તો લગાવે છે, પરંતું બાદમાં હાથ ઉંચા કરી દે છે અને પૈસા ભરતી નથી. આવા કારપ્રેમીઓ માટે આરટીઓ દ્વારા દંડની જોગવાઈ રાખવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે