DPS કાંડની મુખ્ય આરોપી મંજુલા શ્રોફને HCએ વચગાળાના જામીન આપ્યા, 7 જાન્યુઆરી સુધી રાહત
નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માટે જમીન આપીને વિવાદમાં આવેલી DPS કાંડની મુખ્ય આરોપી મંજુલા શ્રોફ (Manjula Shroff)ને ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt ) વચગાળાના જામીન (Advance Bail) આપ્યા છે. જે મુજબ, મંજુલા શ્રોફને 7 જાન્યુઆરી સુધી હાઈકોર્ટે રાહત આપી છે. આગોતરા જામીન અરજી અંગે 7 જાન્યુઆરીએ વધુ સુનવણી હાથ ધરાશે.
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ :નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાયેલી DPS ખોટી NOC મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે DPSના ceo મજુલા પૂજા શ્રોફને ગુજરાત હાઈકોર્ટે વચ્ચગાળા ની રાહત આપી છે અને આજે આગોતરા જામીન અરજી મામલે હાઇકોર્ટે સરકારને નોટિસ ઈશ્યુ કરી છે. Dps સ્કૂલના ceo મજુલા શ્રોફે આગોતરા જામીન મેળવા માટે હાઇકોર્ટમાં કરેલી અરજી પર આજે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે આજે સરકારને નોટિસ ઈશ્યુ કરી છે અને જવાબ 7 જાન્યુઆરી સુધી જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.
આજે મંજુલા શ્રોફના વકીલ તરફથી કોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે, મંજુલા પૂજા શ્રોફ એ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. ભૂતકાળમાં તેમણે શિક્ષણ ક્ષેત્રે સારા કામો કર્યા છે અને એવા ખોટા કેસમાં શા માટે તેમની છબી ખરાબ કરવામાં આવી રહી છે. તેમજ અગાઉ આ અરજદાર મજુલા શ્રોફે બાળકો માટે ઘણા એવા સારા કામ કર્યા છે જે ધ્યાને લેવામાં આવે. વધુમાં વકીલ તરફથી રજુઆત કરવામાં આવી કે, જ્યાં સુધી મંજુલા શ્રોફની આગોતરા જામીન અરજી પર સુનવણી ન થાય ત્યાં સુધી વચગળાની રાહતની માગણી કરવામાં આવી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી છે. મંજુલા પૂજા શ્રોફની આગોતરા જમીન અરજી નીચલી કોર્ટ ફગાવતા તેમને હાઇકોર્ટનું શરણું લીધું છે. અરજીમાં રજુઆત કરી છે કે, તેમના પર લાગેલા આરોપ ખોટા છે. અમે તપાસમાં સહકાર આપવા માટે તૈયાર છીએ, તો અમને આગોતરા જામીન આપવામાં આવે. ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી છે. આ કેસમાં પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપલ નિતા દુઆ પણ આગોતરા જામીન મેળવા માટે પણ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આરોપીઓએ રાજ્ય સરકારની નકલી એનઓસી CBSEમાં રજૂ કરી શાળાના માન્યતા મેળવી છે. જેમાં ત્રણે આરોપીઓએની ધરપકડ થાય તેમ છે માટે તમામે ધરપકડથી બચવા માટે કોર્ટનું શરણું લીધું છે, જોકે નીચલી કોર્ટે તમામ ની આગોતરા અરજી ફગાવી દીધી હતી.
મજુલા પૂજા શ્રોફને હાઈકોર્ટે વચગાળાની રાહત 7 જાન્યુઆરી સુધી રાહત આપી છે. ત્યારે 7 જાન્યુઆરી સુધી પોલીસ મજુલા શ્રોફની ધરપકડ નહિ કરી શકે. મજુલા શ્રોફની આગોતરા જામીન અરજી સુનવણી હવે હાઈકોર્ટમાં 7 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. આજે હાઈકોર્ટ સરકારને નોટિસ ઇશ્યૂ કરી અને 7 જાન્યુઆરીએ સરકાર પોતાનો જવાબ રજૂ કરશે.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવી હતી
નિત્યાનંદ આશ્રમ કેસથી વિવાદોમાં આવેલ DPS સ્કુલ કેસમાં સીઈઓ મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનીતા દુઆની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 11 ડિસેમ્બરના રોજ ફગાવી દીધી હતી. ત્રણેયની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી કોર્ટનું અવલોકન આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો છે અને કેસની તપાસમાં આરોપીઓની હાજરીની જરૂર છે માટે આગોતરા જામીન નહિ આપી શકાય તેવું જણાવ્યું હતું. નીચલી કોર્ટ દ્વારા તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દેવાતાં મંજુલા શ્રોફે હાઇકોર્ટની શરણ લીધી હતી. તેણે આગોતરા જામીન મેળવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે