કુદરતનું રૌદ્ર સ્વરૂપ! ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો, જાણો ક્યાં કેટલો પડ્યો
Cyclone Biparjoy: ગાંધીનગરમાં પણ સમી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભૂજ અને જખૌ બંદરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અબડાસામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વલસાડના તિથલ બીચ પર ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
Trending Photos
Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક ટકરાઈ ગયું છે, પરંતુ એની વધુ અસર બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક જિલ્લામાં જોવા મળી રહી છે. આગામી એક કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. સાથે પવનની ગતી 80-100 km/h રહેશે. આ સિવાય આસપાસના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની પણ આગાહી કરાઈ છે. જ્યારે હવામાન વિભાગે જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં ગાજવીજ સાથે છૂટો છવાયા વરસાદની આગાહી કરી છે. જ્યાં પવનની ગતી 55-75 km/h ની રહેશે. હાલ બિપરજોય વાવાઝોડું 10 kmની ઝડપે આગળ વધી રહ્યું છે.
ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા ચાલું છે. 6.30 વાગ્યાની આસપાસ લેન્ડફોલ શરૂ થયું હતું. અને હાલ વાવાઝોડું 10 km ની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌ પોર્ટથી 40 કિમી દૂર છે, જ્યારે વાવાઝોડું કચ્છના નલિયાથી 60 કિમી દૂર, વાવાઝોડું દ્વારકાથી 110 કિમી દૂર છે. હાલમાં 115 થી 125 km ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 140 ની સ્પીડે પવન ફૂંકાઈ શકે છે. મિડ નાઈટ સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે. બીજી તરફ ગાંધીનગરમાં પણ સમી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભૂજ અને જખૌ બંદરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અબડાસામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વલસાડના તિથલ બીચ પર ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં વરસાદી ઝાપટું
સાંજના સમયે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. જેમાં શહેરના એસજી હાઇવે પર ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતાં રસ્તાઓ પર પાણી ભરાયાં છે.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ
વાવાઝોડાની અસરના કારણે બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો છે અને વાવ તાલુકાના તળાવ ગામમાં મુશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે. લોકો હેરાન પરેશાન બન્યા છે તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. આખા ગામમાં ગોઠણડૂબ પાણી ઘૂસી ગયાં છે, ભાભરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. ત્યારે વાવના તડાવ, લોદ્રાણી સહિતના અનેક ગામોમાં પાણી પાણી જોવા મળ્યા હતા. સરહદીય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભાવનગર શહેરમાં 4 કલાકમાં 2 ઈંચ વરસાદ
ભાવનગર જિલ્લાના 10 તાલુકામાંથી 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ભાવનગર શહેરમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 4 કલાક દરમિયાન ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદની આંકડાકીય માહિતી જોઇએ તો વલ્લભીપુરમાં 6 મિમી, ઉમરાળામાં 00 મિમી, ભાવનગરમાં 45 મિમી, ઘોઘામાં 21 મિમી, સિહોરમાં 17 મિમી, ગારીયાધારમાં 15 મિમી, પાલીતાણામાં 18 મિમી, તળાજામાં 4 મિમી, મહુવામાં 6 મિમી તથા જેસરમાં 8 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરાળા એક જ તાલુકા વરસાદ નોધાયો ન હતો.
વડોદરામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ
વડોદરામાં સરેરાશ 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 7.30 વાગ્યાના સુમારે પ્રચંડ વાવાઝોડું ત્રાટકતાની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો, હોર્ડિંગ, વીજવાયરો તૂટવાની ઘટનાઓ બની હતી. વરસાદને પગલે શહેરીજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વાવાઝોડા સાથેના વરસાદે હાહાકાર મચાવી મૂક્યો હતો.
ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના આંકડા આ મુજબ છે...
- દ્વારકા 29 mm
- ઓખા 20 mm
- નલિયા 42 mm
- ભુજ 74 mm
- પોરબંદર 28 mm
- કંડલા 30 mm
એક એવું ભયાનક અને વિનાશકારી વાવાઝોડું, જેના કારણે પાકિસ્તાનના થયા હતા બે ટુકડાં
ક્યાં કેટલો પવન તે...
- દ્વારકા 34 km
- ઓખા 43 km
- દિવ 47 km
- નલિયા 52 km
- વેરાવળ 45 km
- ભુજ 15 km
- પોરબંદર 37 km
- કંડલા 26 km
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે