નીતિન પટેલ બાદ બીજા આરોગ્યમંત્રી ખાનગી હોસ્પિટલમાં પહોચ્યા, ઋષિકેશ પટેલે અહીં કરાવી સર્જરી
Health Minister Treatment In Private Hospital : સરકારી હોસ્પિટલોમાં સારી સુવિધા મળતી નથી તેનો પુરાવો ખુદ રાજ્યના મંત્રીઓ આપી રહ્યાં છે, જેઓ પોતાની સારવાર કરાવવા માટે ખાનગી હોસ્પિટલમાં જતા હોય છે, અને સરકારમાં લાખોના બિલ મૂકે છે
Trending Photos
Health Minister Treatment In Private Hospital : રાજ્ય સરકાર દેશની ટોપ આરોગય વ્યવસ્થા ગુજરાતમાં હોવાનો દાવો કરે છે પણ ભાજપ- કોંગ્રેસના નેતાઓ કે રાજ્યના આરોગ્યમંત્રીઓને સ્થાનિક સારવાર પર ભરોસો નથી. એટલે જ નેતાઓ પોતાની સર્જરીઓ પણ ખાનગી હોસ્પિટલમાં કરાવે છે. નીતિન પટેલ બાદ ઋષિકેશ પટેલે સર્જરી માટે ખાનગી હોસ્પિટલની પસંદગી કરી છે. નીતિન પટેલે આરોગ્યમંત્રી સમયે મુંબઈમાં સર્જરી કરાવતા આ જ પ્રકારનો વિવાદ ઉભો થયો હતો. હવે ઋષિકેશ પટેલે પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી રાજ્યની આરોગ્ય વ્યવસ્થા સામે સીધા સવાલો ઉભા કર્યા છે.
ગુજરાત સરકાર દાવો કરે છે કે, રાજ્યની સરકારી હોસ્પિટલોમાં પણ સુપર સ્પેશિયાલ્ટી જેવી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમજ સેંકડો લોકોને તેમાં સેવા-સુશ્રુષા મળી હોવાના સરકારી દાવા પણ કરવામા આવે છે. પરંતું આ વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી પોતે જ પથરી જેવી સમસ્યાના નિદાન માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દોડી જાય તો કેટલું યોગ્ય કહેવાય. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પથરીનો દુઃખાવો ઉપડતાં તેમને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના કેમ્પસની લબ્ધપ્રતિષ્ઠિત કિડની હોસ્પિટલમાં સારવાર યાદ આવી નહોતી. અહીં બેસ્ટ ઈક્વિપમેન્ટ સાથે તબીબો પણ હાજર છે. પરંતુ ખાનગી મલ્ટી સ્પેશિયાલ્ટી કે.ડી. હોસ્પિટલમાં દાખલ થઈ ત્યાં સર્જરી કરાવી હતી.
આરોગ્ય મંત્રી સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકૂલમાં પોતાના કાર્યાલયમાં સોમવારે જોવા ન મળતા, તેમણે સર્જરી કરાવ્યાની વિગતો બહાર આવી હતી. આ મામલે હવે અનેક સવાલો ઉભા થયા છે. ઋષિકેશ પટલે સર્જરી ક્યાં કરાવવી એ એમનો અંગત વિષય છે, પણ રાજ્યના આરોગ્યમંત્રીને ખુદની સારવાર વ્યવસ્થા પર ભરોસો ના હોય એ તો કેટલું યોગ્ય કહેવાય. ગત સપ્તાહના શુક્રવારે કે.ડી. હોસ્પિટલમાં થયેલા ઓપરેશનમાં 15 મીલિમિટરની પથરી કાઢવામા આવ્યાનું જાણવા મળ્યુ છે.
આ પણ વાંચો :
સચિવાલયના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી, મુજબ દુઃખાવો ઉપડતા શુક્રવારે બપોરે તેઓ કે.ડી.હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા હતા. જ્યાં નિદાન દરમિયાન તબીબોએ ઓપેરશન કરીને 15 મીલિમિટરની પથરી કાઢી હતી. આ પહેલાં પણ અનેક નેતાઓએ ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈને હજારો રૂપિયાના બિલ જમા કરાવ્યા છે. આ પહેલાં ભાજપના અનેક નેતાઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવીને સરકારમાં બિલ મૂક્યા છે.
- ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ 3.70 લાખનું બિલ મંજૂર કરાવ્યું છે
- ઝઘડીયાના ધારાસભ્ય છોટું વસાવાએ સૌથી વધારે 6.56 લાખ બિલ લીધું
- સાણંદના તત્કાલિ ધારાસભ્ય કરમશી મકવાણાએ 4.62 લાખ લીધા
- પેટલાદના નિરંજન પટેલે 5.72 લાખ રૂપિયાનું બિલ મંજૂર કરાવ્યું છે.
- રામસિંહ પરમાર અને પુંજા વંશે 4.5 લાખનું બિલ મંજૂર કરાવ્યું છે
- રમેશ ચાવડા અને મોહન રાઠવાએ 4-4 લાખ રૂપિયાનું બિલ મેળવ્યું છે
- વડગામના મણીભાઇ વાઘેલાએ રૂપિયા 4.20 લાખ પાસ કરાવ્યા છે
- પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ રૂ. 3.36 લાખનું બિલ મંજૂર કરાવ્યું છે.
- જોયતા પટેલ અને કરમશી પટેલે 3 લાખ અને 4 લાખ મંજૂર કરાવ્યા છે.
આમ નેતાઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી બિલ સરકારમાં મૂકી રહ્યાં છે પણ સરકારી સેવાઓનો લાભ લઈ રહ્યાં નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે