હરિપ્રસાદ સ્વામીજી પંચમહાભુતમાં વિલિન, લાખો હરિભક્તોએ ભીની આંખે સ્વામીજીને ભીની આંખે વિદાય આપી
સોખડા હરિધામ મંદિર પરિસરમાં હાલ હરિપ્રસાદ સ્વામીજી પાલખીયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા છે. અંત્યેષ્ટિ વિધિમા આજે હજારો હરિભક્તો જોડાયા છે. સ્વામીજી પાલખી યાત્રા મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી, ત્યારે હરિભક્તો ચોધાર આસુંએ રડી પડ્યા હતા. ચંદનના લાકડાનું સિંહાસન સ્વામીજી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ, અંત્યેષ્ટિ વિધિ વિધિમાં નાંખવા હરિભક્તોએ સોનાનું દાન પણ કર્યું છે. મહિલા હરિભક્તોએ પોતાના સોનાના દાગીના દાન કર્યા છે. સ્વામીજીને પંચમહાભુતમાં વિલિન થયા છે. લાખો હરિભક્તોએ ભીની આંખે સ્વામીજીને વિદાય આપી હતી.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :સોખડા હરિધામ મંદિર પરિસરમાં હાલ હરિપ્રસાદ સ્વામીજી પાલખીયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા છે. અંત્યેષ્ટિ વિધિમા આજે હજારો હરિભક્તો જોડાયા છે. સ્વામીજી પાલખી યાત્રા મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી, ત્યારે હરિભક્તો ચોધાર આસુંએ રડી પડ્યા હતા. ચંદનના લાકડાનું સિંહાસન સ્વામીજી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ, અંત્યેષ્ટિ વિધિ વિધિમાં નાંખવા હરિભક્તોએ સોનાનું દાન પણ કર્યું છે. મહિલા હરિભક્તોએ પોતાના સોનાના દાગીના દાન કર્યા છે. સ્વામીજીને પંચમહાભુતમાં વિલિન થયા છે. લાખો હરિભક્તોએ ભીની આંખે સ્વામીજીને વિદાય આપી હતી.
હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સોખડા મંદિર પહોંચ્યા છે. તેઓ હરીપ્રસાદ સ્વામીના અંત્યેષ્ટિ વિધિમાં હાજર રહેશે. તેમણેહરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સ્વામીજીના દિવ્ય દેહના દર્શન કર્યા હતા.
પાંચ વાર પાલખીને મંદિરની પ્રદક્ષિણા કરાવાઈ
સંતોએ તેમની પાલખી યાત્રા કરાવી હતી. પુષ્પોથી તેમના પાર્થિવ દેહ પર ફૂલોનો વરસાદ કરાયો હતો. તેમના પાર્થિવ દેહ પર અનેરુ તેજ જોવા મળ્યુ હતું. તેમની અંતિમ ઝલક જોઈને હરિભક્તો રડી પડ્યા હતા. તેમની પાલખીની મંદિરમાં પાંચ પરિક્રમા કરાવી હતી.
ભક્તો માટે લગાવાઈ એલઈડી સ્ક્રીન
હરીપ્રસાદ સ્વામીની આજે અંત્યેષ્ટિ વિધિ કરાશે. ત્યારે અંત્યેષ્ટિ વિધિમાં ભક્તોને પ્રવેશ આપવામાં નહિ આવ્યો. આ માટે સોખડા મંદિર બહાર વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. આ ડોમમાં ભક્તોને બેસવાની વ્યવસ્થા કરાઈ છે. વિશાળ એલઈડી સ્ક્રીન પર ભક્તોને અંત્યેષ્ટિ વિધિ બતાવવામાં આવી રહી છે. અહી ભક્તો દૂર દૂરથી આવ્યા છે. અહી આવેલા ભક્તોએ કહ્યું કે, સ્વામીજી દિવ્ય આત્મા હતા, તેમના અંતિમવિધિમાં આવ્યા છીએ.
આજે સવારથી જ અંત્યેષ્ટી માટેની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરવામાં આવી છે. અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવવામાં આવી રહી છે. જેમાં રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ.વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશીકભાઈ ત્રિવેદી મુખ્ય પુરોહિત છે. અંત્યેષ્ટી સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ કરવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુ ભગવાનના પ્રતિનિધિ રૂપ શાલિગ્રામજીની પૂજા કરાઇ હતી. સમગ્ર વિધિ યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે