ગુજરાતીઓને મોતના રસ્તે અમેરિકા પહોંચાડતો હર્ષ પટેલ પકડાયો : ડિંગુચા પરિવાર કેસનો છે સૌથી મોટો પુરાવો

Dingucha Family Death Case : લોકોને કેનેડા બોર્ડર ક્રોસ કરાવતો અને ડિંગુચા પરિવાર ડેથ કેસમાં સૌથી આરોપી હર્ષ પટેલની અમેરિકા પોલીસ દ્વારા ધરપકડ 

ગુજરાતીઓને મોતના રસ્તે અમેરિકા પહોંચાડતો હર્ષ પટેલ પકડાયો : ડિંગુચા પરિવાર કેસનો છે સૌથી મોટો પુરાવો

Gujaratis In Canada : અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન કલોલનો ડિંગુચાના પટેલ પરિવાર મોતને ભેટ્યો હતો. કેનેડામાં ડિંગુચા ગામના પટેલ પરિવારના 4 સભ્યોના મોત થયા હતા. ત્યારે આ કેસમાં હવે મોટો પુરાવો હાથ લાગ્યો છે. ભારતીયોને અમેરિકામાં ગેરકાયદે પ્રવાસ કરાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાની પોલીસે હર્ષ પટેલ નામનાં વ્યક્તિની ધરપકડ કરી હતી. હર્ષ ભાગવાની તૈયારીમાં હતો, તે પહેલા જ શિકાગોનાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. 

યુ.એસ. બે વર્ષ પહેલાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની મેનિટોબાની દક્ષિણ સરહદ નજીક થીજી જવાથી મૃત્યુ પામેલા ગુજરાતના ડિંગુચા પરિવારના ચાર લોકોના મોત થયા હતા. તે સંબંધે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. આ આરોપીની ઓળખ હર્ષકુમાર રમણલાલ પટેલ તરીકે થઈ છે, જેને ડર્ટી હેરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હર્ષ પટેલ ભારતીય પરિવારના મૃત્યુ પામેલા મળી આવ્યાના કલાકો પહેલા સરહદ પાસે મેસેજની આપલે કરી રહ્યો હતો. 19 જાન્યુઆરી, 2022 ના રોજ સવારે યુ.એસ. સીમા પેટ્રોલિંગ એજન્ટોએ મિનેસોટાના એક બરફીલા હાઇવે પર, મેન, ઇમર્સન નજીક કેનેડિયન સરહદની દક્ષિણે, ભાડે લીધેલી 15-સીટર પેસેન્જર વાનમાં શાન્ડ અને બે સ્થળાંતર કરનારાઓની ધરપકડ કરાઈ હતી. પાંચ અન્ય સ્થળાંતર કરનારાઓ ટૂંક સમયમાં જ તે જ હાઇવે પર સરહદ પેટ્રોલિંગ દ્વારા પકડાયા હતા.

વાતચીતમાં મેસેજમાં હર્ષ પટેલે જણાવ્યું હતું કે, બોર્ડર ક્રોસ કરનારા તમામ લોકોએ ઠંડીથી બચવા માટે પૂરતા ગરમ કપડા પહેર્યા છે કે નહી તેની તપાસ કરવી. તેમજ તેઓને કઈ જગ્યાએથી પીકઅપ કરવાનાં છે તેનું લોકેશન તેમજ બે મોબાઈલ નંબર પણ શેર કર્યા હતા. 

અગાઉ પણ પકડાયો હતો હર્ષ પટેલ
હર્ષ પટેલનાં ગુનાહિત ઈતિહાસ પર નજર કરીએ તો હર્ષ પટેલ અમેરિકા સિવાય કેનેડાની જેલમાં પણ જઈ આવ્યો છે.  2018 માં હર્ષ પટેલની કેનેડિયન બોર્ડ સર્વિસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પરંતું તેને છોડી મુકાયા બાદ તે બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસી ગયો હતો.

ડિંગુચા પરિવારનું મોત
અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની લ્હાયમાં 4 પટેલ નાગરિકો કેનેડા બોર્ડર પર થીજીને મોતને ભેટ્યા. આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. 2022માં જ કેનેડાની સરહદેથી અમેરિકામાં પ્રવેશતી વખતે કલોલ તાલુકાના ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જતાં દંપતી અને બે બાળકો મોતને ભેટ્યા હતા. ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહે છે. 10 દિવસ અગાઉ બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્રી, પુત્રી 10 દિવસ અગાઉ એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. કેનેડા ગયા બાદ તેમનો સંપર્ક થયો ન હતો. જેના બાદ તેમના કેનેડા બોર્ડર પર મોતના સમાચાર સામે આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news