ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અમદાવાદની હોસ્પિટલમાં થઇ કેન્સર સર્જરી, 3 દિવસ સુધી ICUમાં લેશે સારવાર

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને સોમવારે મોડી રાત્રે નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અમદાવાદની હોસ્પિટલમાં થઇ કેન્સર સર્જરી, 3 દિવસ સુધી ICUમાં લેશે સારવાર

અમદાવાદઃગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને સોમવારે મોડી રાત્રે નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તે કેન્સરના રોગનું ઓપરેશન કરવા માટે હોસ્પિટલમાં એડમીડ થયા છે. અને તેમનું ઓપરેશન પણ થઇ ગયું છે. સૂત્રો દ્વારા તેમની હાલની સ્થિતિને સ્થિર બતાવામાં આવી રહી છે. સતત ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં એટમીટ રાખીને તમને સારવાર આપવામાં આવશે. 

પ્રદિપસિંહ જાડેજાને સારવાર માટે HCG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને તેમને ગળાનું કેન્સર હોવાથી તેનો ઇલાજ કરાવા માટે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. તબીબો દ્વાર આપવામાં આવેલી માહિતી અનુસાર પ્રદીપસિંહની હાલની તબીયત સ્થિર જણાવી છે.પ્રદિપ સિંહ જાડેજાની ખબર અંતર પૂછવા માટે ગુજરાતના ડીજીપી પણ હોસ્પિટલમાં પહોચ્યા હતા. 

મહત્વનું છે, કે પ્રદિપસિંહ જાડેજા અમદાવાદની વટવા વિધનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. અને હાલ ગુજરાતના ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તેમણે ગુજરાતમાં ચાલી રહેલા અનેક મુદ્દાઓનો અંત લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news