ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું નિધન, PM અને CM એ શોક વ્યક્ત કર્યો

Gujarats First Woman Secretary : ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું નિધન... વડોદરાની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ... 1972ની બેચનાં આ IAS અધિકારીએ 2008માં નિવૃત્ત થયા બાદ પણ અનેક પદો 

ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું નિધન, PM અને CM એ શોક વ્યક્ત કર્યો

Gujarats First Woman Secretary : ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડો. મંજુલા સુબ્રમણયમનું નિધન થયું છે. આજે વડોદરા ખાતે આજે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. ડો. મંજુલા સુબ્રમણ્યમ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યુ છે.  
 
મંજુલા સુબ્રમણ્યમ 1972 ની બેચના આઇએએસ અધિકારી હતા. 2008 માં નિવૃત્ત થયા બાદ તેઓએ અનેક પદો ઉપર ફરજ બજાવી હતી. ત્યારે મંજુલા સુબ્રમણ્યમના નિધનથી આઇએએસ બેડામાં શોક વ્યાપી ગયો છે. ડો. મંજુલા સુબ્રમણ્યમનો ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકેનો કાર્યકાળ 1 સપ્ટેમ્બર, 2002 થી 30 સપ્ટેમ્બર, 2008 સુધીનો રહ્યો હતો. જો કે તેઓ રિટાયર્ટમેન્ટ બાદ તેઓની સ્વચ્છ છબીને જોતા સરકારે તેમને વિજિલન્સ કમિશ્નર બનાવ્યા હતા. તેઓ નિવૃતી બાદ પણ અનેક મહત્વના હોદ્દાઓ પર રહ્યા હતા. સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં પણ તેઓનું યોગદાન ખુબ જ મહત્વનું હતું. આ ઉપરાંત તેઓ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની (GIPCL) માં પણ તેઓ ડાયરેક્ટર રહ્યા હતા. તેઓએ આ પદ પરથી પોતાના સ્વાસ્થયની સમસ્યાઓના કારણે રાજીનામું આપ્યું હતું. 

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી 
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમના નિધન પર ટ્વીટ કરી છે. તેમણે શોક વ્યક્ત કરતા કહ્યું કે, ડૉ. મંજુલા સુબ્રમણ્યમ જીના નિધનથી દુઃખી. નીતિ સંબંધિત મુદ્દાઓ મામલે તેમની સમજણ અને કાર્યલક્ષી અભિગમને કારણે તેઓને ચારેતરફ માન મળ્યું છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મને તેમની સાથેની મારી વાતચીત યાદ છે. તેના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે. ઓમ શાંતિ.

CM ભુપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટમાં જણાવ્યું કે, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડૉ. મંજુલા સુબ્રમણ્યમજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. રાજ્યની વિકાસયાત્રામાં તેમણે આપેલું યોગદાન પ્રશંસનીય છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news