નસીબ વાકું નીકળ્યું! ફ્રાન્સથી પરત ફર્યાં ગુજરાતીઓ: ગેરકાયદે અમેરિકા જવાના કૌભાંડમાં મહત્વના ખુલાસા!
ભારત દેશથી વાયા ફ્રાંસ થઈને ગેરકાયદેસર રીતે અમેરિકા પ્રવેશ કરવાના આશયથી ફ્રાંસ સરકારે આખે આખું પ્લેન રિટર્ન કર્યું હતું. જે આજે સવારે મુંબઈ એરપોર્ટ ઉપર પરત કર્યું છે. ત્યારે ગુજરાત cid crime પણ સમગ્ર ઘટનાને લઈને એક્ટિવ બની છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત માંથી છેલ્લા 2 વર્ષમાં ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ મેળવવા માટે અનેક લોકો પ્રયાસો કરી રહ્યા છે. સીધી રીતે મેડ ના પડે તો આડકતરી રીતે અને ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ મેળવે છે. ત્યારે માનવ તસ્કરીની આશંકાને લીધે ફ્રાન્સ સરકારે એક પ્લેન જ ડિટેન કર્યું હતું. જેમાં તપાસ બાદ તમામ લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ મેડવવા જતા હોવાનું સામે આવ્યા બાદ ફ્રાન્સની કોર્ટ દ્વારા તમામ લોકોને રીટર્ન કરવાનો હુકમ આપ્યો હતો. જેમાં હવે આજે ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહેલા તમામ લોકો મુંબઈ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. હવે ગુજરાત સીઆઇડી ક્રાઇમ દ્વારા પણ આ કેસની તપાસ હાથ ધરવામાં આવી છે.
4 DYSP હેઠળ 16 અધિકારીઓની સ્પેશિયલ ટીમ
ભારત દેશથી વાયા ફ્રાંસ થઈને ગેરકાયદેસર રીતે અમેરિકા પ્રવેશ કરવાના આશયથી ફ્રાંસ સરકારે આખે આખું પ્લેન રિટર્ન કર્યું હતું. જે આજે સવારે મુંબઈ એરપોર્ટ ઉપર પરત કર્યું છે. ત્યારે ગુજરાત cid crime પણ સમગ્ર ઘટનાને લઈને એક્ટિવ બની છે. આ બાબતે cid crime ના એસપી સંજય ક્રાંતિ મીડિયાને નિવેદન આપ્યું હતું કે હાલમાં સોર્સ પ્રમાણે 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા છે અને આ તમામ લોકો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય વિસ્તાર અને આણંદના રહેવાસીઓ છે. આ રેકેટ પાછળ મુખ્ય આરોપીને શોધવા માટે cid crime દ્વારા ચાર ડીવાયએસપી હેઠળ કુલ 16 અધિકારીઓની 4 સ્પેશિયલ ટીમ તૈયાર કરવામાં આવી છે.
તમામ લોકોના નિવેદન લેવામાં આવશે
CID ક્રાઇમ SP સંજય ખરાંતે વધુમાં જણાવ્યું હતું કે, માનવતા સ્ત્રીના આ રેકેટની તપાસ માટે ખાસ ચાર ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં હાલમાં મુસાફરો મુંબઈ ખાતે પહોંચ્યા છે અને cid ક્રાઈમ દ્વારા જે મુસાફરોના નામ સામે આવ્યા છે. તેમના પરિવારજનોના પણ નિવેદનો લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. મુસાફરોના પણ નિવેદન લેવામાં આવશે. જેમાં આ લોકો કોના મારફતથી કયા એજન્ટ અને એજન્સી મારફતે તેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના હતા. કઈ રીતે તેઓએ આયોજન કર્યું હતું. કયા કયા લોકો સંડોવાયેલા છે. ભૂતકાળમાં આવી રીતે કેટલા લોકોએ ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કર્યો છે અને ભવિષ્યમાં કેટલા લોકો હજુ તૈયાર હતા. તે તમામ વિગતો સાથેની તપાસ cid crime દ્વારા કરવામાં આવશે, જ્યારે એજન્ટો દ્વારા કેટલા પૈસા લઈને અને કયા પ્રકારના વાયદા કરીને તેમને અમેરિકા મોકલ્યા છે, તે તમામ વિગતની તપાસ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મોટાભાગના મહેસાણા જિલ્લાના
ફ્રાન્સ એરપોર્ટ પર પકડાયેલા પ્રવાસીઓ મોટાભાગના મહેસાણા જિલ્લાના હોવાની આશંકા છે. અંદાજિત 96 જેટલા ગુજરાતી પ્રવાસીઓ હોવાનું ખુલ્યું છે. આ ગુજરાતીઓમાં મોટાભાગના પટેલ, ચૌધરી અને રાજપૂત સમાજના છે. જેઓ મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના કલોલના રહેવાસી છે. સમગ્ર રેકેટ દિલ્હીનો શશી રેડ્ડી નામનો વ્યક્તિ સ્થાનિક એજન્ટોની મદદે ચલાવતો હતો. અમેરિકા જવા માંગતા લોકો પાસેથી 70 થી 80 લાખ રૂપિયા વસૂલાયા હતા. પકડાયેલા પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મૂકાયા છે. મહેસાણા જિલ્લાના વડસ્મા ગામનો ચેતન નામનો યુવક આજથી લગભગ બે થી ત્રણ મહિના પૂર્વે અમેરિકા જવા માટે તેની બાજુના ગામના કલોલના દિલીપ નામના એજન્ટની મદદથી ગયો હોવાની આશંકા છે.
શશી રેડ્ડી અમેરિકા મોકલવાની જવાબદારી લેતો
ગેરકાયદેસર અમેરિકા મોકલવાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ શશી રેડ્ડી છે. તેની મોડસ ઓપરેન્ડી જબરદસ્ત છે. તે સીધી રીતે ક્યારેય પોલીસ કે ઈમીગ્રેશન વિભાગની નજરે આવતો નથી. સ્થાનિક એજન્ટો સાથે તેની મોટી સાંઠગાંઠ છે. સ્થાનિક એજન્ટો પાસેથી તે ક્લાયન્ટ મેળવે છે. દૂબઈ મોકલ્યા બાદ તે પોતાના ખાસ નેટવર્કથી વિમાનમાં મુસાફરોને ગેરકાયદેસર મેક્સિકો બોર્ડર સુધી લઈ જવાની વ્યવસ્થા કરે છે. જેના માટે તે લાખો રૂપિયા વસૂલે છે.
શશી રેડ્ડી વધુ 300 લોકોને અમેરિકા મોકલવાનો હતો
આ કેસમાં મોટો ખુલાસો થયો છે કે, શશી રેડ્ડી વધુ 300 લોકોને અમેરિકા મોકલવાની ફિરાકમાં હતા. જેમાં ઉત્તર ગુજરાતના 70 થી વધુ લોકો જવાની તૈયારીમાં હતા. અનેક લોકોએ પ્રોસેસ કરવા માટે સ્થાનિક એજન્ટો દ્વારા લાખો રૂપિયા પણ ચૂકવી દીધા છે. આ તમામ લોકોની ટિકિટ પણ બુક થઈ ગઈ છે. તેમજ તે લોકોએ લાખો રૂપિયા એજન્ટની ચૂકવી પણ દીધા છે. ત્યારે હવે આ બધાનું શુ થશે તે મોટો સવાલ છે.
કોણ છે શશિ કિરણ રેડ્ડી?
સૂત્રોએ જણાવ્યું કે શશિ કિરણ રેડ્ડી 15 વર્ષથી માનવ તસ્કરીનું નેટવર્ક ચલાવી રહ્યા છે. તે દુબઈથી નિકારાગુઆ સુધીની ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ગોઠવે છે, જ્યાંથી લોકોને રોડ અને દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે યુએસ લઈ જવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 800 ભારતીયોના અમેરિકામાં ગેરકાયદે પ્રવેશને સરળ બનાવવા માટે છેલ્લા બે મહિનામાં 8 થી 10 ફ્લાઈટ્સ નિકારાગુઆ લઈ જવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે