સંકટમાં મૂકાય તેવી નવી આગાહીથી બચીને રહેજો, ગુજરાતની ધરતી રણની જેમ તપશે
Gujarat weather Forecast : હજુ પણ 4 દિવસ રાજ્યભરમાં પડશે કાળઝાળ ગરમી... 40થી 41 ડિગ્રી રહેશે તાપમાન... બપોરે કામ વગર બહાર ન નીકળવા હવામાન વિભાગની અપીલ...
Trending Photos
Heatwave Alert : ગુજરાતમાં હવેના દિવસો બહુ જ ભારે બની રહેશે, કારણ કે આકાશમાંથી આગના ગોળા વરસરશે. હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી 4 દિવસ રાજ્યમાં 40થી 41 ડિગ્રી ગરમી પડશે. રાજ્યના લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના નથી. તેથી લોકોને કાળઝાળ ગરમીમાં શેકાવવુ પડશે. આગામી 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થશે.
હવામાન ખાતાના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહીં જોવા મળે. 5 દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. હાલ કોઈ યલો એલર્ટ નહીં, તો સાથે જ રાહતના સમાચાર એ પણ છે કે, તાપમાન 41 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના નથી. આગામી 2 દિવસ બાદ મહત્ત્તમ તાપમાનમાં 1 ડિગ્રી જેટલો સામાન્ય ઘટાડો થશે. હાલ તાપમાન સંપૂર્ણ સામાન્ય છે.
આ તરફ, ઉનાળાની શરૂઆતમાં ગુજરાતના ગામડાઓમાં ટેન્કરની દોડ ચાલુ થઈ ગઈ છે. રાજ્યના 4 જિલ્લાના 24 ગામમાં ટેન્કરના 46 ફેરા ફરી રહ્યાં છે. આગામી દિવસોમાં પાણીનો કકળાટ વધે તેવો વરતારો છે. કચ્છના 18 ગામમાં 9 ટેન્કર 33 ફેરા મારે છે. 14 મી એપ્રિલના ગુજરાત રાજ્ય પાણી પુરવઠા બોર્ડના આંકડામાં ખુલાસો થયો છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના બે ગામમાં ટેન્કરના 7 ફેરા મારવામાં આવે છે. તો રાજકોટના વીંછીંયાના 2 ગામમાં ટેન્કરના 4 ફેરા મરાય છે. બનાસકાંઠાના થરાદ અને વાવમાં ટેન્કરના 1-1 ફેરા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે