જૂન પહેલા જ આવી જશે વરસાદ, ગુજરાતના 13 થી વધુ જિલ્લામાં વરસાદની નવી આગાહી
Gujarat Weather Forecast : 28 અને 29 તારીખે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી,,, માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના,,,
Trending Photos
Ambalal Patel Prediction : રાજ્યમાં ફરીથી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. 28 અને 29 મેના રોજ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. તો એક્સપર્ટ અંબાલાલ પટેલ દ્વારા પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. રાહતની વાત એ છે કે, આ કમોસમી વરસાદ ગુજરાતના વાતાવરણમા પલટો લાવશે. સાથે જ ગરમીમાંથી પણ મુક્તિ અપાશે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિકના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તો સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ માટે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે. તો ત્યારે બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે ડિઝાસ્ટર વિભાગે તમામ એપીએમસીને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. માર્કેટ યાર્ડમાં રહેલું અનાજ પલળે નહીં તે માટે તકેદારી રાખવા માટે અપીલ કરી છે.
ક્યાં ક્યાં વરસાદ આવશે
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે 28 અને 29 તારીખે વરસાદ થવાની શક્યતાઓ છે.
30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, કમોસમી વરસાદથી રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીથી મુક્તિ મળશે. 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે. વાતાવરણમાં સીધો 3 થી 4 ડિગ્રીની ઘટાડો નોંધાશે. આજથી ગુજરાતભમાં ભારે પવનો ફૂંકાશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આથી 23 થી 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં હાલ પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીથી રાહત મળશે.
શું કહે છે અંબાલાલ પટેલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે જણાવ્યું કે, મે મહિનાના અંતમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ આવશે. આવી સ્થિતિ મે મહિનામાં બને તે વિશેષ સ્થિતિ કહી શકાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક છે, પરંતુ ઉનાળામાં આ સ્થિતિ અલગ પ્રકારની બની રહી છે. જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે