ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ, આજથી પ્રવાસીઓ માટે સિંહદર્શન શરૂ કરાયું

ગીરના સિંહો (gir lions) નું વેકેશન પૂર્ણ થતા હવે આજથી પ્રવાસીઓ ફરીથી સિંહ દર્શન કરી શકશે. વેકેશન (diwali vacation) માં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકે તેના માટે એન્ડવાન્સ પરમિટ બુકિંગની શરૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે આજે સવારે સાસણ DFO, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવી છે. 

ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ, આજથી પ્રવાસીઓ માટે સિંહદર્શન શરૂ કરાયું

ઝી મીડિયા/બ્યૂરો :ગીરના સિંહો (gir lions) નું વેકેશન પૂર્ણ થતા હવે આજથી પ્રવાસીઓ ફરીથી સિંહ દર્શન કરી શકશે. વેકેશન (diwali vacation) માં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકે તેના માટે એન્ડવાન્સ પરમિટ બુકિંગની શરૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે આજે સવારે સાસણ DFO, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવી છે. 

જૂનાગઢના ગીર અભ્યારણ (gir forest) માં પ્રથમ દિવસે સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભીડ જોવા મળી. ગીરના સાવજનું વેકેશન પૂર્ણ થતા આજથી સિંહ દર્શનની શરૂઆત થઈ. જેમાં પ્રથમ દિવસે જ 150થી વધુ પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી અભ્યારણ બંધ રહ્યુ હતું. પરંતુ આજથી ફરી સિંહ દર્શન શરૂ થતા પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. સિંહ દર્શનનો લ્હાવો લેવા આવતા પ્રવાસીઓએ ખુબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે દિવાળીની રજાઓમાં સિંહ દર્શનની મજા માણવા સહેલાણીઓ (tourists) એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારમાં વધુ પ્રવાસીઓ ઉમટે તેવો અંદાજ છે. હાલ તો ગીર પંથકમાં સારા વરસાદ બાદ અભ્યારણમાં સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ વચ્ચે પ્રવાસીઓ સિંહ દર્શનનો આનંદ માણી રહ્યા છે. સાસણ DFO, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવી.

પહેલી ટ્રીપ મુંબઈના પ્રવાસીઓએ કરી 
સાસણ ગીરના DFO મોહન રામે જણાવ્યું કે, આજથી સાસણ ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયુ છે. પહેલા દિવસથી જ ઓનલાઈન પરમીટ ફૂલ થઈ ગઈ છે. સાસણ સિંહ સદન ખાતેથી પ્રવાસીઓની પ્રથમ ટ્રીપ રવાના કરાઈ છે. ફુલગુલાબી ઠંડી વચ્ચે ગીરના જંગલમાં પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. પ્રવાસીઓ ગીર અભ્યારણની મુલાકાત લેવા માટે ઉત્સુક છે. સાસણ ગીરની પ્રથમ મુલાકાત લેનાર મુંબઈના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી. દિવસ દરમ્યાન વનવિભાગ દ્વારા 150 પરમીટ ઇસ્યુ કરવામાં આવે છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતા સિંહ દર્શન માટે પ્રવાસીઓમાં ભારે આનંદ જોવા મળ્યો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news