બોલિવુડના સિતારાઓને આવકારવા ગુજરાત તૈયાર; જાણો ગીફ્ટસીટીમાં કેવું છે ફિલ્મફેરનું આયોજન?

ગુજરાતમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડનું આયોજન થઈ રહ્યું છે. આ વખતે 69મો ફિલ્મફેર એવોર્ડ ગાંધીનગરના ગીફ્ટ સીટીમાં યોજાઇ રહ્યો છે, આ ફિલ્મ ફેર એવોર્ડ સમારંભમાં કેટલાય ઉભરતા કલાકારો માટે પ્રતિષ્ઠિત સેલેબ્સ હાજરી આપશે.

બોલિવુડના સિતારાઓને આવકારવા ગુજરાત તૈયાર; જાણો ગીફ્ટસીટીમાં કેવું છે ફિલ્મફેરનું આયોજન?

ઝી બ્યુરો/અમદાવાદ: બોલિવુડનો સૌથી મોટો એવોર્ડ શો ફિલ્મફેર આ વખતે ગુજરાતના આંગણે યોજાય રહ્યો છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાનાર આ ફિલ્મફેર એવોર્ડને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. બોલિવુડના તમામ મોટા સિતારાઓ ગાંધીનગરના એવોર્ડ શોમાં હાજરી આપશે. ગુજરાતમાં પ્રથમ વખત યોજાનાર આ એવોર્ડ શોને લઈને શું છે તડામાર તૈયારીઓ અને કેવુ છે ફિલ્મફેરનું આયોજન.

  • બોલિવુડના સિતારાઓને આવકારવા માટે તૈયાર છે ગુજરાત..
  • પ્રથમ વખત રાજ્યમાં થઈ રહ્યું છે ફિલ્મફેર એવોર્ડનું આયોજન..
  • બોલિવુડની તમામ મોટી હસ્તીઓ એવોર્ડ શોની સુંદરતાને લગાવશે ચાર ચાંદ..

ગુજરાતમાં પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડનું આયોજન થઈ રહ્યું છે. આ વખતે 69મો ફિલ્મફેર એવોર્ડ ગાંધીનગરના ગીફ્ટ સીટીમાં યોજાઇ રહ્યો છે, આ ફિલ્મ ફેર એવોર્ડ સમારંભમાં કેટલાય ઉભરતા કલાકારો માટે પ્રતિષ્ઠિત સેલેબ્સ હાજરી આપશે. આ ફિલ્મફેર એવોર્ડ ફન્કશનમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર, એક્ટર આયુષ્યમાન ખુરાના, મનીષ પોલ, રણબીર કપૂર, વરૂણ ધવન, કરીના કપૂર ખાન, જ્હાન્વી કપૂર, સારા અલી ખાન તેમજ કાર્તિક આર્યન સહિતના કેટલાય સ્ટાર્સ અને સેલિબ્રિટીઝઓ હાજરી આપશે.

આજે 69માં ફિલ્મફેર એવોર્ડનું કર્ટેન રેઈઝર થયુ છે. આમાં શાંતનુ અને નિખિલ કલેક્શનનો મેગા ફેશન શો યોજાયો, આ ફેશન શોમાં શો ટોપર્સ પણ જ્હાન્વી કપૂર છે, આ ઉપરાંત ફિલ્મફેર એવોર્ડમાં પાર્થિવ ગોહિલની મ્યૂઝિકલ નાઈટ યોજાશે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડને લઈને વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.. ગિફ્ટ સિટીના કન્ટ્રી ક્લબ પાસે મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે જ્યાં એવોર્ડ વિતરણ થશે અને સેલિબ્રિટી પર્ફોર્મન્સ આપશે.

ફિલ્મફેરમાં હાજરી આપવા માટે આવતા મહેમાનો માટે ભોજન પણ ખાસ હશે. આંતરરાષ્ટ્રીય અને ઈન્ડિયન ફૂડની સાથે મહેમાનોને ગુજરાતી વાનગીઓ પણ પીરસવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, બોલિવુડના સિતારાઓને રાગી બાજરી જેવા મિલેટ્સમાંથી બનેલી ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે.

ઉલ્લેખનિય છેકે, 65મો ફિલ્મફેર એવોર્ડ 2020 માં યોજવામાં આવ્યો હતો. આ માટે આસામની રાજધાની ગુવાહાટીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. મુંબઈની બહાર કોઈ એવોર્ડ સમારોહ યોજાયો હોય તેવી આ પ્રથમ ઘટના હતા.. આ વખતે ઈવેન્ટ જાણીતા નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે હોસ્ટ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news