મેઘરાજાએ રિસામણા કર્યાં : આજે સવારથી ગુજરાતની માટી પર પાણીનું એક ટીપું પણ નથી પડ્યું

કોરોના બાદ હવે ગુજરાત પર જળસંકટ (gujarat rain) નો ખતરો તોળાઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનો પુરો થવા આવ્યો પરંતુ રાજ્યમાં 65 ટકા વરસાદ (monsoon) ની ઘટના કારણે હવે સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.રાજ્યના 98 ડેમમાં હાલ 25 ટકા પાણી છે. જ્યારે નર્મદા ડેમમાં ક્ષમતા કરતા 20 મીટર ઓછું પાણી છે. આવામાં આજનો દિવસ વરસાદ વગર જશે તેવી ભીતિ છે. રાજ્યમાં આજે સવારે વરસાદે સંપૂર્ણ લીધો વિરામ છે. 
મેઘરાજાએ રિસામણા કર્યાં : આજે સવારથી ગુજરાતની માટી પર પાણીનું એક ટીપું પણ નથી પડ્યું

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના બાદ હવે ગુજરાત પર જળસંકટ (gujarat rain) નો ખતરો તોળાઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનો પુરો થવા આવ્યો પરંતુ રાજ્યમાં 65 ટકા વરસાદ (monsoon) ની ઘટના કારણે હવે સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.રાજ્યના 98 ડેમમાં હાલ 25 ટકા પાણી છે. જ્યારે નર્મદા ડેમમાં ક્ષમતા કરતા 20 મીટર ઓછું પાણી છે. આવામાં આજનો દિવસ વરસાદ વગર જશે તેવી ભીતિ છે. રાજ્યમાં આજે સવારે વરસાદે સંપૂર્ણ લીધો વિરામ છે. 

26 તાલુકામાં માંડ અડધો ઈંચ પણ વરસાદ ન પડ્યો
લેટેસ્ટ અપડેટ (weather upadate) મુજબ, રાજ્યમાં આજે સવારે 6:00 થી 8:00 સુધીમાં એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતના તમામ તાલુકામાં નહિવત જેવો વરસાદ (rain) છે. અડધા ઇંચ કરતાં પણ ઓછો વરસાદ વરસ્યો છે. 

વરસાદ ખેંચાતા નર્મદા ડેમની જળસપાટી ઘટી 
વરસાદ ખેંચાતા નર્મદા ડેમની જળસપાટી ઘટી ગઈ છે. નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા બે દિવસમાં 6 સેમીનો ઘટાડો થયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 115.75 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં આજે ઘટાડો થયો છે. 18166 ક્યુસેક આવક છે અને જાવક 32094 ક્યુસેક છે. ગુજરાતમાં વરસાદ ખેંચાતા હાલ પાણીની જાવક વધુ થઈ રહી છે. જેથી નર્મદા બંધની સપાટી ઘટી રહી છે. જોકે કુલ સ્ટોરેજ 4310.96 મિલિયન કયુબિક મીટર છે. નર્મદા ડેમની કુલ ક્ષમતા 9460 મિલિયન કયુબિક મીટર છે. એટલે ડેમ લગભગ 47 ટકા ભરેયેલો કહેવાય.

ગુજરાતના ડેમ કેટલા ખાલીખમ?
22 તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ છે તો સરેરાશથી 20 ઇંચ વધુ વરસાદ હોય એવા માત્ર 36 તાલુકા છે. કુલ 19 જિલ્લામાં વરસાદની ઘટ 50 ટકાથી વધુ છે. બનાસકાંઠા જિલ્લાના બે તાલુકાઓ લાખણી અને થરાદમાં બે ઇંચથી પણ ઓછો વરસાદ છે. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. 19 જિલ્લાઓમાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે. ગાંધીનગરમાં 67%, અરવલ્લીમાં 67%, સુરેન્દ્રનગરમાં 64%, વડોદરામાં-મહિસાગરમાં સરેરાશથી 57% વરસાદની ઘટ છે. ગુજરાતના 207 જળાશયોમાંથી માત્ર 3 જળાશય 100 ટકા ભરેલા છે. રાજ્યની વાત કરીએ તો કુલ જળસંગ્રહ  48.89% છે. સરદાર સરોવર ડેમમાં જળસંગ્રહ 45.59% છે. ઉત્તર ગુજરાતમાં 23.86%, મધ્યમાં 42.40%, દક્ષિણમાં 63.48%, કચ્છમાં 21.09%, સૌરાષ્ટ્રમાં 40.30% પાણીનો સંગ્રહ છે. માત્ર 20 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. 98 જળાશયોમાં 25%થી પણ ઓછું પાણી છે. બનાસકાંઠા જિલ્લાના જળાશયોમાં 6.51%, ખેડા જિલ્લામાં 9.12%, દેવભૂમિ દ્વારકામાં 12%, સાબરકાંઠામાં 15% જ જળસંગ્રહ છે. આ આંકડા તો ચિંતાજનક છે જ, સાથે વધુ ચિંતાજનક સમાચર એ આવ્યા છે કે આગામી સાત દિવસ વરસાદની કોઈ જ આગાહી નથી. એટલે કે ઓગસ્ટ મહિનો આમ જ પૂર્ણ થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news