ગુજરાતની પ્રખ્યાત રાસ મંડળીની બસનો રાજસ્થાનમાં અકસ્માત, 2ના મોત, બિહાર કાર્યક્રમમાં જઈ રહ્યા હતા

સુરેન્દ્રનગરની પ્રખ્યાત એવી જોરાવનગર ભરવાડ માલધારી રાસ મંડળી ટીમને રાજસ્થાન (Rajasthan) માં અકસ્માત (Accident) નડ્યો છે. ગુજરાતથી બિહાર જઈ રહેલી ઓરકેસ્ટ્રા દાંડિયાની ટીમની બસ આદર્શ નગર પાલરાની પાસે દુર્ઘટનાગ્રસ્ત બની હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. તો 15થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તેમાં મોતનો આંકડો વધવાની આશંકા છે. 
ગુજરાતની પ્રખ્યાત રાસ મંડળીની બસનો રાજસ્થાનમાં અકસ્માત, 2ના મોત, બિહાર કાર્યક્રમમાં જઈ રહ્યા હતા

મયુર સંધી/સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગરની પ્રખ્યાત એવી જોરાવનગર ભરવાડ માલધારી રાસ મંડળી ટીમને રાજસ્થાન (Rajasthan) માં અકસ્માત (Accident) નડ્યો છે. ગુજરાતથી બિહાર જઈ રહેલી ઓરકેસ્ટ્રા દાંડિયાની ટીમની બસ આદર્શ નગર પાલરાની પાસે દુર્ઘટનાગ્રસ્ત બની હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. તો 15થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તેમાં મોતનો આંકડો વધવાની આશંકા છે. 

ગુજરાતના દરિયાકાંઠે ક્યારનો કહેર, 230 થી 240 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
 
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના સુરેન્દ્રનગરથી ફેમસ જોરાવર ભરવાડ માલદારી રાસ મંડળી બિહાર જવા નીકળી હતી. આ રાસ મંડળી ગુજરાતની પ્રથમ નંબરની વિજેતા રાસ મંડળી હતી. આ મંડળી બિહારમાં ભાઇબીજના દિવસે આયોજિત કાલી મહોત્સવમાં કાર્યક્રમ આપવા જતા હતા. આ બસમાં રાજકોટનુ ગ્રૂપ, અમદાવાદનું ગ્રૂપ અને સુરેન્દ્રનગરનું ગ્રૂપ મળીને કુલ 50થી વધુ લોકો સામેલ હતા. જેઓ બિહાર તરફ જઈ રહ્યા હતા. ત્યારે વહેલી સવારે ધુમ્મસના કારણે ઉદયપુર હાઈવે નજીક બંધ વાહન પાછળ અકસ્માત થયો હતો. મંડળીના સભ્યો જે બસમાં જઈ રહ્યા હતા તે બેકાબૂ બનીને ટ્રેલર સાથે ભટકાઈ હતી અને બાદમાં ખીણમાં જઈને પડી હતી. 

આ અકસ્માતમાં 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જેમના નામ રાજુ તેમજ વિજય છે. તો 15થી વધુ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવાયા છે. અકસ્માતને પગલે જંગલ પાસે રહેતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા, અને ગાયલોને જેએલએન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હાલ રાજસ્થાન પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માતને પગલે જોરાવનગર માલધારી સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news