ZEE 24 કલાકનો મોટો ધડાકો! જાણો કઈ રીતે એજન્ટો મારફતે ગુજરાતની જનતાને લૂંટે છે સરકારી બાબુઓ

અરજદારોને ધરમધક્કા અને એજન્ટોને અગ્રતા,,, આ છે બેઈમાન બાબુઓનું સુશાસન મોડલ. રાજ્ય સરકારે પારદર્શક વહીવટની નેમ સાથે જે અધિકારીઓ પર ભરોસો મૂક્યો છે એ જ અધિકારીઓ કેવી રીતે એજન્ટો સાથે મળીને ગુજરાતનો ભરોસો તોડી રહ્યા છે એના પરથી આજે ઝી 24 કલાક ઉઠાવી રહ્યું છે પડદો. 

ZEE 24 કલાકનો મોટો ધડાકો! જાણો કઈ રીતે એજન્ટો મારફતે ગુજરાતની જનતાને લૂંટે છે સરકારી બાબુઓ

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમારી ચેનલ ZEE 24 કલાક આજે એક એવો ધડાકો કરવા જઈ રહી છે જેના પછી ઉઠવાના છે અનેક સવાલ.... આ સ્ટિંગ ઓપરેશનમાં અમે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં  શહેરોને આવરી લીધાં છે. રાજ્યના ચાર ઝોનનાં 7 શહેરોમાં અમે આ સ્ટિંગ ઓપેરશન કર્યું છે અને આ તમામ શહેરોમાં એ સચ્ચાઈ ઉજાગર થઈ છે કે જનતાને લૂંટવા માટે બેઈમાન બાબુઓએ સરકારી કચેરીઓ બહાર બેસાડ્યા છે પોતાના એજન્ટ. કઈ રીતે ભરોસાની સરકારની પીઠ પાછળ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેના પરથી ZEE 24 કલાક ઉઠાવી રહ્યું છે પડદો.

No description available.

અરજદારોને ધરમધક્કા અને એજન્ટોને અગ્રતા,,, આ છે બેઈમાન બાબુઓનું સુશાસન મોડલ. રાજ્ય સરકારે પારદર્શક વહીવટની નેમ સાથે જે અધિકારીઓ પર ભરોસો મૂક્યો છે એ જ અધિકારીઓ કેવી રીતે એજન્ટો સાથે મળીને ગુજરાતનો ભરોસો તોડી રહ્યા છે એના પરથી આજે ઝી 24 કલાક ઉઠાવી રહ્યું છે પડદો. 

 

 

જો તમે પુરતા પુરાવા લઈને તમારું કામ કરવા માટે સરકારી કચેરીએ જશો તો તમારા ચપ્પલ ઘસાઈ જશે પણ તમારું કામ નહીં થાય. થાકી હારીને તમે વિચારશો કે ચલો કોઈને પૈસા આપીને પણ આ કામ થઈ જતુ હોય તો કરાવી લઈએ. ત્યારે તમે એવા કોઈ વ્યક્તિને શોધશો કે એના વિશે વિચારશો ત્યાં તો ભગવાન સામે જ પ્રગટ થઈ જશે. અને તમારી નજર સામે જ એજન્ટો તમને ફરતા દેખાશે. 

No description available.

શું છે જનતાને લૂંટવાની બાબુઓની મોડસ ઓપરેન્ડી?
એજન્ટો તમને સામે ચાલીને પુછશે કે લાવો શું કામ કરાવવું છે. જે કામ કરાવવું હોય એ ચપટીમાં થઈ જશે. 100 ટકાની ગેરંટી સાથે. પણ કામ થાય તે પહેલાં જ પૈસા આપવા પડશે. જેવા તમે પૈસા આપશો કે તુરંત જ અધિકારીના સહી સિક્કા સાથે તમને તમારા કાગળિયા પણ પાછા મળશે. અને થોડા જ સમયમાં તમારું લાંબા સમયથી અટકેલું કામ થઈ જશે. સરકારી બાબુએ જ એ એજન્ટોને અહીં રાખેલાં હોય છે. આ રીતે એજન્ટો મારફતે સરકારી બાબુઓ ગુજરાતની ભોળી જનતાને લૂંટે છે.

No description available.

કઈ-કઈ સરકારી સેવાઓમાં ચાલે છે ભ્રષ્ટાચાર?
એજન્ટો પૈસા લઈને સરકારી બાબુઓને આપી દે છે. તેમ કેસ દીઠ એજન્ટોના કામ પ્રમાણે પૈસાની ટકાવારી સેટ કરેલી હોય છે. આધાર કાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ, પ્રધાનમંત્રી કાર્ડ, મા અમૃતમકાર્ડ, કલેક્ટર કચેરીનું કામ હોય કે મામલતદાર કચેરીનું કામ હોય ચપટીમાં થઈ જાય છે કામ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news