રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટો ધડાકો! અનેક સરકારી બાબુઓની નોકરીઓ ખતરામાં, તપાસ શરૂ

Rajkot ACB Raid : રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ..TP અધિકારીની કચેરીમાંથી મહત્વના દસ્તાવેજ મળ્યા... સાગઠિયાની ઓફિસમાંથી ACBને વહીવટદારોનું લિસ્ટ મળ્યું હોવાની માહિતી... TP અધિકારીની કચેરીમાંથી ACB ને મળ્યું વહીવટદારોનું લિસ્ટ...

રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટો ધડાકો! અનેક સરકારી બાબુઓની નોકરીઓ ખતરામાં, તપાસ શરૂ

ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટ TPOની મનમાનીનો થયો ખુલાસો... ભ્રષ્ટાચારનો ભાંડો ન ફૂટે તે માટે પ્લાનની નકલ ફી વધારીને કરી હતી 2 હજાર રૂપિયા.. માહિતી બહાર જવાના રસ્તા બંધ કરવાનો પ્રયાસ... રાજકોટના ગેમ ઝોનમાં થયેલાં અગ્નિકાંડમાં નિર્દોષ લોકો સહિત નાના ભૂલકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે, આખરે આ ઘટના કેમ બની તેની તપાસ થઈ રહગી છે. જેમાં તપાસ દરમિયાન સૌથી મોટો ધડાકો થયો છે. રાજકોટ TPOની મનમાનીનો ખુલાસો થયો છે...ભ્રષ્ટાચારનો ભાંડો ન ફૂટે તે માટે પ્લાનની નકલ ફી વધારીને કરી હતી 2 હજાર રૂપિયા.. માહિતી બહાર જવાના રસ્તા બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. 

એટલું જ નહીં આ ઘટનાને લઈને તપાસનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. TP અધિકારીની કચેરીમાંથી મહત્વના દસ્તાવેજ મળ્યા... સાગઠિયાની ઓફિસમાંથી ACBને વહીવટદારોનું લિસ્ટ મળ્યું હોવાની માહિતી.. આ ઉપરાંત રાજકોટ અગ્નિકાંડ બાદ એન્ટી કરપ્શન બ્યુરોના દરોડા, TPO મનોજ સાગઠીયાના નામે કરોડોની મિલકત હોવાનું પણ સામે આવ્યું છે. તે અંગે પણ એસીબીની ટીમ દ્વારા તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે. 

રાજકોટમાં થયેલ TRP ગેમઝોન અગ્નિકાંડમાં બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિને કારણે 27 માસૂમો જીવતા ભૂંજાય ગયા હતા. આ મામલામાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી હજુ ફરાર છે. SIT ના રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ ગેમઝોનમાં અધિકારીઓ અને વિભાગના કર્મચારીઓ હોય તે બધા જ આ અગ્નિકાંડમાં જવાબદાર છે. ખાસ કરીને આ સમગ્ર અગ્નિકાંડમાં ટાઉન પ્લાનિંગ અધિકારી (TPO)નું નામ સામે આવ્યું હતું એ છે મનોજ સાગઠીયા

ટીપી અધિકારીની કચેરીમાં તપાસ બાદ એસીબીએ અલગ અલગ ફાઈલો અને ડોક્યુમેન્ટ કબજે કર્યા છે. ક્યા કયા બિલ્ડરો સાથે સાંઠગાંઠ હતી તેની પણ માહિતી લેવામાં આવી રહી છે. ટીપી અધિકારીની કચેરીમાંથી વહીવટદારોના નામો હોવાની વિગતો સામે આવી છે. એટલું જ નહીં તેમની કચેરીમાંથી કેટલાંક આર્કિટેકના નંબરો અને નામના ડોક્યુમેન્ટ પણ સામે આવ્યાં છે. જેને પગલે રાજકોટ આગની ઘટનાને ધ્યાને લઈને હવે અલગ અલગ અધિકારીઓના ત્યાં દરોડાની કામગીરી કરવામાં આવશે. આજે સાંજ સુધીમાં મોટા દરોડા પાડવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડ બાદ સસ્પેન્ડ કરાયેલાં બન્ને સસ્પેન્ડ પીઆઈનું નિવેદન નોંધી તેમને મુક્ત કરવામાં આવ્યાં. 

રાજકોટમાં આવેલ બે ઓફિસમાંથી થતા મોટા વહીવટ-
સૂત્રોના જણાવ્યા મુજબ, ટીપીઓ સાગઠીયાને જેની સાથે ભાગીદારીમાં દવાની ફેક્ટરી છે એ ભાગીદારની ગોંડલ રોડ ખાતે કોમ્પલેક્સમાં બે ઓફિસ છે. આ ઓફિસોમાંથી જ ટીપીઓ સાગઠિયાના બે નંબરના તમામ વહિવટ ભાગીદારની મદદથી થતાં હોવાનું મનાઈ રહ્યું છે. અને સાગઠીયા પોતે દરરોજ બેથી ચાર વખત ઉપરોક્ત ઑફિસ જતાં હતા.

સરકારી બાબુ મનોજ સાગઠીયા પાસે ક્યાંથી આવી કરોડોની સંપત્તિ?
મળતી માહિતી મુજબ, ટીપીઓ સાગઠીયા બે પેટ્રોલ પંપમાં ભાગીદાર છે. માધાપર નજીક જે જગ્યા પર પેટ્રોલ પંપ છે એ જગ્યાના સમાજના જ એક વ્યક્તિની હતી અને એ જમીન ખાલસા થઇ ગઇ હતી. જમીન ખાલસા થઇ ગયા પછી એ જગ્યા અગાઉ એક અમરેલી જિલ્લાના એક આગેવાના ચુસ્ત ટેકેદારે કલેક્ટર તંત્રમાં ક્લીયર કરાવી દેવા 50 લાખનો વહિવટ કરવાની વાત કર્યા પછી 30 લાખમાં કામ સંભાળ્યું હતું પરંતુ તેનાથી આ કામ થયું નહીં. ત્યાર પછી રાજકોટ વિધાનસભાની ચૂંટણી લડી ચુકેલા એક આગેવાને ભાગીદારીમાં ખરીદી હતી. TPOએ તે જમીનમાં હાથ નાખ્યો, જે તે સમયે એ જમીનનું પ્રકરણ ખૂબ ચગ્યું હતું. અંતે હોદ્દા, વગ અને નાણાંના જોરે જમીન ક્લીયર કરાવ્યા બાદ ત્યાં પેટ્રોલ પંપ શરૂ કર્યો હોવાનું કહેવાય છે. એટલું જ નહિ મનોજ સાગઠીયાના નામે રાજકોટમાં 3-3 પેટ્રોલ પમ્પ પણ ચાલી રહ્યા છે. હવે સવાલ અહીં એ છે કે 75 હજારના પગારદાર પાસે આટલા મોટા પાયે સંપત્તિ કેવી રીતે આવી?

રાજકોટમાં થયેલ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Fire Incident)માં બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિને કારણે અનેક માસૂમો જીવતા ભૂંજાય ગયા હતા. આ મામલામાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી હજુ ફરાર છે. આ સાથે જ હવે રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરો (Rajkot ACB Raid)એ સપાટો બોલાવ્યો છે. રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોએ અગ્નિકાંડ બાદ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટમાં કુલ પાંચ જગ્યા ઉપર એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રાત સુધીમાં હજુ બીજી જગ્યાઓ પર પણ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દરોડા પડવાની શક્યતા છે.

નહીં ચલાવી લેવાય નિયમોની ઐસીતૈસીઃ
રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર ડી.પી.દેસાઈએ જણાવ્યુંકે, રાજકોટના તમામ મોલ અને આવી એક્ટીવીટી ધરાવતા એકમોની તપાસ કરવામાં આવશે. આજે 40 એકમો સીલ કરાયા છે. જેમાં સરકારના ધારાધોરણ મુજબના નિયમોનું પાલન નહોંતું નથી. આજ રોજ 200થી વધુ એકમોની તપાસ કરાઈ છે. હજુ પણ વધુ એકમોની તપાસ થઈ રહી છે. શાળા, કોલેજો અને અન્ય એકમોને પણ નોટિસો આપવામાં આવી રહી છે. રાજકોટમાં લોકમેળો થવાનો છે કે કેમ તે અંગેના સવાલમાં જણાવ્યુંકે, તેમાં અત્યારથી કંઈ કહી શકાશે નહીં. તે સમયની સ્થિતિને ધ્યાને લઈને જ નિર્ણય લેવાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news