મતગણતરીનું મહાકવરેજ : કોણ બાજી મારશે? આજે પરિવર્તન થશે કે પુનરાવર્તન?

31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગર પાલિકાઓની આજે મત ગણતરી. ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક પર દિવસભર જુઓ સૌથી ઝડપી અને સચોટ પરિણામ...
 

મતગણતરીનું મહાકવરેજ : કોણ બાજી મારશે? આજે પરિવર્તન થશે કે પુનરાવર્તન?

ઝી મીડિયા/બ્યૂરો :આજે ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (gujarat election) નું પરિણામ આવશે. 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ જશે. 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીની મતગણતરી થવાની છે. 231 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી થશે. 81 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી (Gujarat Municipal Election 2021) શરૂ થશે. જેમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 117 બેઠક બિનહરીફ થઈ છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 12,265 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 4,657 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકામાં 7246 ઉમેદવારો મેદાનમાં છે. 

તાલુકા, જિલ્લા અને નગરપાલિકામાં ભવ્ચ જીતનો સીઆર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થવાની છે. મનપામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ત્યારે મનપા કરતા પણ વધુ લીડથી ભાજપના ઉમેદવાર જીતશે. ત્યારે પરિણામ પહેલા જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે શહેરોની જેમ જ ગામડાઓમાં પણ ભાજપની ભવ્ય જીત થશે. મહાનગરોની જેમ જ તાલુકા-જિલ્લા અને પાલિકામાં ભાજપના ઉમેદવારોનો પ્રચંડ બહુમત સાથે વિજય થશે. પ્રચંડ વિજય બાદ ભાજપ ગુજરાતના વિકાસ, સમૃદ્ધિ અને સુવિધાને આગળ વધારશે.

'ગુજરાતમાં જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થશે' તેવો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો. અમિત ચાવડાએ કહ્યું કે, વર્ષ 2015ની ચૂંટણીના પરિણામોનું પરિવર્તન થશે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં ઊંચું મતદાન થતા કોંગ્રેસમાં ખુશીની લાગણી છે. કોંગ્રેસે વધુ મતદાનને ભાજપ સામેનો આક્રોશ ગણાવ્યો. મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની અસર આ ચૂંટણીમાં નહીં થાય તેવો વિશ્વાસ અમિત ચાવડાએ વ્યકત કર્યો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news