આઉટસોર્સિંગ દ્વારા થતી ભરતીને પડકારતી રીટમાં હાઈ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી

હાઈ કોર્ટે સરકારી વકીલને પુછ્યું કે, તમે તમામ સરકારી ખાતાઓમાં આઉટસોર્સિંગ એજન્સી થકી ભરતી કરો છો કે શું?
 

આઉટસોર્સિંગ દ્વારા થતી ભરતીને પડકારતી રીટમાં હાઈ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી

આશ્કા જાની/ અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા સરકારી ખાલી પદો પર આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવતી ભરતીને પડકારતી અરજીની સુનાવણીમાં આજે હાઈ કોર્ટે રાજ્ય સરકારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે સરકારી વકીલને બરાબર આડે હાથ લીધા હતા. 

હાઈકોર્ટે લાલ આંખ કરતા જણાવ્યું કે, "રાજ્યમાં સરકારી નોકરીઓમાં આઉટસોર્સિંગથી નોકરીઓ આપીને તમે લોકોને અધિકારોથી વંચિત રાખવા માગો છે." ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ સરકારી કચેરીઓમાં ઘણી બધી જગ્યાઓ ખાલી પડેલી છે, પરંતુ ત્યાં કોન્ટ્રાક્ટ પર કરતા કર્મચારીઓની ભરતી કરવામાં આવતા આ બાબતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. 

હાઈ કોર્ટે સરકારી વકીલને પુછ્યું કે, તમે તમામ સરકારી ખાતાઓમાં આઉટસોર્સિંગ એજન્સી થકી ભરતી કરો છો કે શું? હાઈકોર્ટે વધુમાં મૌખિક ટકોર કરતા જણાવ્યું કે, "જો આવી જ પરિસ્થિતિ રહેશે તો તમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જગ્યા પણ આઉટસોર્સિંગથી શા માટે નથી ભરતા?"

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news