ગુજરાત સરકારે શ્રમિકોને આપી ભેટ: લઘુત્તમ વેતનમાં કર્યો વધારો, જાણો કેટલા લોકોને થશે લાભ?
રાજ્યના શ્રમિકોનું માસિક લઘુત્તમ વેતન રૂ.૧૧,૪૬૬ થી વધીને ખાસ ભથ્થા સાથે વેતન રૂ. ૧૨,૦૧૨ થશે. આ વધારાથી રાજ્યના આશરે બે કરોડથી વધુ શ્રમિકોને લાભ થશે.
Trending Photos
Gujarat Workers Wage Increased : ગુજરાત સરકારે દૈનિક શ્રમિકના વેતનને લઈ મોટી જાહેરાત કરી છે. આનાથી રાજ્યના લગબગ બે કરોડ શ્રમિક મજદૂરોને ફાયદો થશે. ગુજરાત સરકારે રાજ્યમાં શ્રમિકનો લઘુત્તમ મજદૂરી 25 ટકા વધારી તમામ કેટેગરીના શ્રમિકો માટે 546 રૂપિયાથી વધારે કરી દીધી છે. તેનાથી 2 કરોડ શ્રમિકોને લાભ થવાની આશા છે.
શ્રમિકોના વેતનમાં કેટલો વધારો?
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યના શ્રમિકોનું માસિક લઘુત્તમ વેતન રૂ.૧૧,૪૬૬ થી વધીને ખાસ ભથ્થા સાથે વેતન રૂ. ૧૨,૦૧૨ થશે. આ વધારાથી રાજ્યના આશરે બે કરોડથી વધુ શ્રમિકોને લાભ થશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, શ્રમિકોના હિતો અને કલ્યાણને વરેલી રાજ્ય સરકારે ચાલુ વર્ષે બજેટ સત્ર દરમિયાન વર્ષ-૨૦૨૩માં શ્રમિકોના લઘુત્તમ વેતનમાં ૨૫ ટકા જેટલો માતબર વધારો કર્યો હતો. હવે, માસિક રૂ. ૫૪૬નું ખાસ ભથ્થુ તેમના વેતનમાં આપવામાં આવશે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના ઝોન-૧ અને ઝોન-૨ના કુશળ, અર્ધ કુશળ અને બિન કુશળ કેટેગરીનાં તમામ શ્રમિકોના વેતનમાં ખાસ ભથ્થા તરીકે રૂ.૨૧ આપવામાં આવશે, જે તા.૧લી ઓક્ટોબર ૨૦૨૩થી તા.૩૧મી માર્ચ ૨૦૨૪ સુધી અમલમાં રહેશે.
તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત 25 ટકા જેટલો માતબર વધારો કરાયો છે, તેના પરિણામે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાજયના અંદાજે 2 કરોડથી વધુ લોકોને ફાયદો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે