Ahmedabad: પોલીસે વધુ 4 મોતના સોદાગરોને ઝડપી પાડ્યા, કરતા હતા ઇંજેકશનની કાળાબજારી
રામોલ પોલીસને બાતમી મળી હતી કે કોરોના કાળમાં રામબાણ સમાન રેમડેસિવિર ઇંજેકશન (Remdesivir Injection) ના કાળા બજાર થઈ રહ્યા છે. આ બાતમી આધારે રામોલ પોલીસે છટકું ગોઠવી માધવ સ્કૂલ પાસેથી ચારેય આરોપીઓ ચાર ઇન્જેક્શન સાથે ઝડપાડ્યા હતા.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ: ગુજરાત (Gujarat) માં કોરોનાનો કાળ લોકોના જીવ ભરખી રહ્યો છે તો દર્દીઓ જીવ બચાવવા માટે રામબાણ સમાન રેમડેસિવિર ઇંજેકશન (Remdesivir Injection) નો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સારું કરી રહ્યા છે. ત્યારે જ અમદાવાદમાં જ રેમડેસિવિર ઇંજેકશન (Remdesivir Injection) ની કાળા બજારી કરતા ચાર આરોપીઓની ચાર ઇંજેકશન સાથે રામોલ પોલીસે (Police) ઝડપી પાડયા છે.
બાતમી આધારે શશાંક જયસવાલ, નિલ જયસવાલ, વિકાસ અજમેરા અને પ્રવીણ મણવરને પોલીસે (Police) પકડી પાડ્યા હતા. રામોલ પોલીસને બાતમી મળી હતી કે કોરોના કાળમાં રામબાણ સમાન રેમડેસિવિર ઇંજેકશન (Remdesivir Injection) ના કાળા બજાર થઈ રહ્યા છે. આ બાતમી આધારે રામોલ પોલીસે છટકું ગોઠવી માધવ સ્કૂલ પાસેથી ચારેય આરોપીઓ ચાર ઇંજેકશન સાથે ઝડપાડ્યા હતા.
આ ચારેય યુવાનોમાંથી ઇંજેકશન ખરીદનાર બે આરોપીઓ શશાંક અને નિલએ હોસ્પિટલના કર્મચારી પાસેથી ઇંજેકશન મેળવ્યા હતા. શશાંક અને નિલ બને રૂ.26 હજારમાં વિકાસ અને પ્રવીણ ને વેચવાના હતા. ત્યારે વિકાસ અને પ્રવીણ 26 હજાર ની ઉપર પોતાની રકમ નક્કી કરી આશરે 30 થી 40 હજારમાં આ ઇન્જેકશન આપવાની ફિરાકમાં હતા.
ત્યારે રામોલ પોલીસ (Police) ની તપાસ હાલ એ ચાલી રહી છે કે શશાંક અને નિલને ઇંજેકશન આપનાર હોસ્પિટલનો સ્ટાફ કોણ છે અને કઈ હોસ્પિટલનો સ્ટાફ છે. ત્યારે રામોલ પોલીસ (Police) ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ એ ઇન્જેક્શન છે એ જે દર્દીઓને અપાયેલા ડોઝમાંથી વધેલા ઇંજેકશન મેળવી કાળા બજારી કરવામાં આવી રહી હતી.
એટલે કે જ્યારે પણ કોરોના દર્દીને ખાનગી કે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હોય છે. ત્યારે જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શનનો ડોઝ અપાતો હોય છે. અને વધેલા ઇંજેકશન દર્દીઓએ મેડિકલ અથવા ડોક્ટરને જમા કરાવવાના હોય છે પણ હોસ્પિટલના કર્મચારીઓએ જમા ન કરાવી કાળા બજારી કરવાનો રસ્તો અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે