Borsad: રાષ્ટ્રની સુરક્ષાને જોખમમાં મૂકી થતું હતું આવું કામ, પોલીસે રેડ પાડી ટોળકી ઝડપી પાડી
એલસીબી પોલીસે કોલ સેન્ટરમાંથી લેપટોપ,સીમબોક્ષ, સીમ બેંક નંગ 4,ત્રણ નંગ મોબાઈલફોન,પાંચ નંગ વાઈફાઈ રાઉટર,સીમકાર્ડનાં કવર નંગ 49, તેમજ 61 સીમકાર્ડ સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Trending Photos
આણંદ: આણંદ જિલ્લાનાં બોરસદ શહેરમાં રાષ્ટ્રની સુરક્ષાને જોખમમાં મુકી ઈન્ટરનેશનલ કોલને સાદા કોલમાં ફેરવવાનું કોલ સેન્ટર ચલાવતી ટોળકીને આણંદની એલસીબી પોલીસે ઝડપી પાડી વધુ પુછપરછ હાથ ધરી છે.
બોરસદ શહેરમાં જે ડી પટેલ હાઈસ્કુલ સામે સાકરીયા સોસાયટીમા્ં રહેતા પરપ્રાંતીય શખ્સો રહેણાંક મકાનમાં ઈન્ટરનેશનલ કોલીંગને સાદા કોલમાં ફેરવવાનું કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાની બાતમીનાં આધારે એલસીબી પોલીસે રેડ પાડી હતી. રહેણાંક મકાનમાં સીમબોક્ષ અને સીમ બેંકની મદદથી ઈન્ટરનેશનલ કોલને સાદા કોલમાં ફેરવી ગેરકાયદેસર રીતે ચાલતું કોલ સેન્ટર ઝડપી પાડયું હતું.
વિદેશમાં થતા કોલ મોંધા પડતા હોઈ ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા શખ્સો ત્રાહિત વ્યકિતઓનાં નામે સીમ કાર્ડ ખરીદી કરીને સીમ બોક્ષ ઉભુ કરી દુબઈમાં રહેલો જલીલ નામનો મુખ્ય સુત્રધાર આઈએસડી કોલને જીએસએમ નેટવર્કમાં તબદીલ કરીને ગેરકાયદેસર રીતે વીઓઆઈપી દ્વારા ઈન્ટરનેશનલ કોલ રૂટીંગ કરીને ભારતમાં આવતા વિદેશનાં કોલને સાદા વોઈસ કોલમાં ફેરવી દેતો હતો. ડીઓટીની ગાઈડ લાઈનની વિરૂદ્ધમાં ભારતમાં રીસીવરને મોકલીને વિદેશમાં વાતો કરાવતા હતા, તેમજ કોલ કરનારની ઓરીજીનલ ઓળખ છુપાવીને રાષ્ટ્રની સલામતીને જોખમમાં મુકતા હતા. તેમજ તેનાથી ભારત સરકારને ભારે આર્થિક નુકશાન જતું હતું.
એલસીબી પોલીસે કોલ સેન્ટરમાંથી લેપટોપ,સીમબોક્ષ, સીમ બેંક નંગ 4,ત્રણ નંગ મોબાઈલફોન,પાંચ નંગ વાઈફાઈ રાઉટર,સીમકાર્ડનાં કવર નંગ 49, તેમજ 61 સીમકાર્ડ સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ બનાવમાં બોરસદમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશનાં આજમગઢ જિલ્લાનાં બાબરઅલી મકબુલઅહેમદ અંસારી અને મીર ફૈસલ મકસુદ અહેમદ અન્સારીને ઝડપી પાડી તેઓની વિરૂદ્ધ બોરસદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે