Paper Leak કરનારાઓની હવે ખેર નહીં! સમી સાંજે સૂત્રો દ્વારા મળેલી માહિતીમાં સૌથી મોટો ઘટસ્ફોટ કરાયો

ગુજરાતમાં 12-12-2021ને રવિવારના રોજ લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે વિવાદ સર્જાયો હતો. આજે સીઆર પાટિલે રાજ્યના યુવાનોના હિતમાં પરીક્ષા મોકુફ રાખીને માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સમી સાંજે સૂત્રો પાસેથી એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પેપર લીક કરનારાઓની હવે ખેર નથી. આ ઘટનામાંથી સરકાર બોધપોઠ લઈને એક એવી વ્યવસ્થા ઉભી કરવા જઈ રહી છે કે આગામી સમયમાં આવું ક્યારેય નહીં બને. 

Paper Leak કરનારાઓની હવે ખેર નહીં! સમી સાંજે સૂત્રો દ્વારા મળેલી માહિતીમાં સૌથી મોટો ઘટસ્ફોટ કરાયો

ઝી ન્યૂઝ/ બ્યુરો: ગુજરાતમાં 12-12-2021ને રવિવારના રોજ લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે વિવાદ સર્જાયો હતો. આજે સીઆર પાટિલે રાજ્યના યુવાનોના હિતમાં પરીક્ષા મોકુફ રાખીને માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સમી સાંજે સૂત્રો પાસેથી એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પેપર લીક કરનારાઓની હવે ખેર નથી. આ ઘટનામાંથી સરકાર બોધપોઠ લઈને એક એવી વ્યવસ્થા ઉભી કરવા જઈ રહી છે કે આગામી સમયમાં આવું ક્યારેય નહીં બને. 

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ટૂંકા સમયમાં હેડકલાર્કની ફરી પરીક્ષા માટે વિશિષ્ટ કમિટીની રચના કરવામાં આવશે. આગામી સમયમાં પેપરલીક ન થાય તે માટે પારદર્શક વ્યવસ્થા ઉભી કરવા માટે વિચારણા ચાલી રહી છે. બીજી બાજુ આવતા મહિના સુધીમાં હેડકલર્કની પરીક્ષાનું માળખુ નક્કી કરી નાંખવામાં આવશે. 

એટલું જ નહીં સૂત્રો જણાવી રહ્યા છે કે બિન સચિવાલય પરીક્ષા પેપરલીકના ઝડપાયેલા તમામ આરોપીઓને કોઈ સજા થઈ નથી, પરંતુ આ વખતે સરકાર દાખલો બેસાડવા માટે પેપર લીકના આરોપીઓને ઝડપથી આકરી સજા કરશે. એટલું જ નહીં, માહિતી મળી રહી છે કે આ ધટનામાં હેડકલાર્કની પરીક્ષામાં જે તે વ્યક્તિઓએ પેપર ખરીદ્યું હશે તેને પણ છોડવામાં આવશે નહીં. 

સૂત્રો પાસેથી મળતી માહિતીમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. અત્યાર સુધી આ કેસમાં ગણ્યાગાંઠ્યા જ આરોપીઓ ઝડપાયા છે. પરંતુ આગામી સમયમાં વિશિષ્ટ કમિટીની રચના બાદ પેપરલીક કેસમાં 70થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી થશે. જેમાં પેપર ખરીદનાર સામે આકરામાં આકરા પગલા લેવાશે. 14થી વધુ આરોપીઓ પર ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરાશે.

યુવરાજસિંહએ પેપર લીક થયાનો કર્યો હતો દાવો
નોંધનીય છે કે, 2-12-2021ને રવિવારના રોજ લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પેપર લીક થયાનો દાવો કર્યો હતો. ત્યારબાદ ગાંધીનગર પોલીસ અને રેન્જ આઈજીને મળીને જરૂરી પુરાવા આપ્યા હતા. યુવરાજસિંહે ગૌણ સેવા અને ગૃહરાજ્યમંત્રીને પેપર ફૂટ્યું હોવાના પુરાવા આપ્યા બાદ એક્શનમાં આવી ગઈ હતી. સરકારે પેપર ફૂટ્યું હોવાનો સ્વીકાર કરીને આકરી કાર્યવાહી કરીને આ મુદ્દે 12 શખ્સોની અટકાયત કરી હતી. આજે સીઆર પાટિલે આજે રાજ્યના યુવાનોના હિતમાં આ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લઇ આગામી માર્ચ મહિનામાં આ પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે. માર્ચ મહિનામાં યોજાનાર આ પરીક્ષા સંદર્ભે ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવાના રહેશે નહીં. ઘટનાના પ્રથમ દિવસથી જ સંપૂર્ણ સંવેદના સાથે તટસ્થ પારદર્શી તપાસના આદેશો આપી દીધા હતા. 

રાજયના યુવાનોનો સરકાર પરનો ભરોસો અમે તુટવા દઇશુ નહીં 
 
ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજયના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર તત્વોને રાજય સરકાર સાખી લેશે નહી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક સંદર્ભે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજ્યના યુવાનોના હીતમાં આ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લઇ આગામી માર્ચ માસમા આ પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે. માર્ચ માસમા યોજાનાર આ પરીક્ષા સંદર્ભે ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવાના રહેશે નહીં. ઘટનાના પ્રથમ દિવસથી જ સંપૂર્ણ સંવેદના સાથે તટસ્થ પારદર્શી તપાસના આદેશો આપી દીધા હતા. અત્યાર સુધી પેપર લીક માટે ષડયંત્ર રચનાર સામે ક્યારેય પગલા ન લેવાયાં હોય તેવા કડક પગલાં લઇ, ભવિષ્યમાં કોઇ પેપર ફોડવાની કે પેપર ખરીદવાની હિંમત ન કરે તેવો  દેશ ભરમાં દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવા રાજય સરકારે નિર્ણય કર્યો છે.

ગૃહ રાજય મંત્રીએ ઉમેર્યુ કે, આ ગુના સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિઓને છટકી જવાની કોઈ પણ તક મળે નહીં તે માટે ગુજરાત પોલીસની અલગ અલગ 24 ટીમો તપાસ માટે બનાવાઇ હતી અને 14 લોકોની ધરપકડ કરી દેવાઇ છે. આ ગુનાની તપાસ 360 ડીગ્રી દ્વારા હજુ ચાલુ છે. પોલીસ વિભાગ દ્વારા તપાસ કરીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ. જે અંતર્ગત ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. અને પોલીસે આજદિન સુધી રૂપિયા 30 લાખ રીકવર કરેલ છે. અને તપાસમાં વધુ રૂપિયા રીકવર કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. તપાસ દરમિયાન જે કોઇ વ્યક્તિઓ સંડોવાયેલ જણાશે તો તેવી વ્યક્તિઓને રાજ્ય સરકાર બક્ષશે નહી.
 
આ ગુનામાં પ્રિન્ટીંગ પ્રેસના કર્મચારી તેમજ આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી તેમની સામે કડકમાં કડક પગલા લેવામાં આવશે. અને રાજ્યના 88,000 પરિવારના સપનાઓ એળે નહીં જાય તેની રાજ્ય સરકારે પૂરેપૂરી દરકાર કરી છે તેમજ આ કેસ કોર્ટમાં ફાસ્ટ ટ્રેક રીતે ચલાવાય તે બાબત પણ રાજ્ય સરકાર સુનિશ્વિત કરશે. 

પેપર લીક થયાના પુરાવા સાથે યુવરાજસિંહે જણાવ્યું હતું કે હિંમતનગરના ફાર્મહાઉસમાંથી પેપર લીક થયું છે. લીક થયેલું પેપર 16 ઉમેદવારને મોકલવામાં આવ્યું હતું. રૂ.10થી 12 લાખમાં પેપરનું વેચાણ થયુ હોવાનો પણ દાવો કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્ક માટે કુલ 2 લાખ 41 હજાર 400 ઉમેદવારો પરીક્ષા આપી હતી. 782 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાઇ હતી. જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરના કેન્દ્રો પર બપોરે 12થી 2 પરીક્ષા લેવાઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news