Palitana Gujarat Chutani Result 2022 પાલિતાણામાં કોને મળી જીત? ભાજપ કે કોંગ્રેસ...જાણો
Palitana Gujarat Chunav Result 2022: ગત વખતે યોજાયેલી વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરથી કોંગ્રેસ પાસેથી આ સીટ આંચકી લીધી હતી અને આ વખતે પણ ભાજપે આ સીટ કબજે કરી છે. ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયાએ આ બેઠક પરથી જીત મેળવી છે.
Trending Photos
Palitana Gujarat Chunav Result 2022: વર્ષ 1995થી 2012 સુધી અહીં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જો કે વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીના આ ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું હતું. જ્યારે ગત વખતે યોજાયેલી વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરથી કોંગ્રેસ પાસેથી આ સીટ આંચકી લીધી હતી અને આ વખતે પણ ભાજપે આ સીટ કબજે કરી છે. ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયાએ આ બેઠક પરથી જીત મેળવી છે.
પાલિતાણા વિધાનસભા બેઠકઃ-
છેલ્લા બે દશકાથી ગુજરાતમાં ભલે ભાજપનું શાસન હોય પરંતુ આ વખતની ચૂંટણી કોંગ્રેસ ની સાથો સાથ આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે, જેને લઈને ભાજપને થોડા ઘણા અંશે નુક્શાન જવાની સંભાવના છે. આ વખતે ભાજપની સીધી લડાઈ કોંગ્રેસ સાથે નહીં પરંતુ આમ આદમી પાર્ટી સાથે થવાની છે. ચૂંટણીની મોસમની વચ્ચે અમે આપની માટે ગુજરાતની તમામ 182 બેઠકોનો ચિતાર લઈને આવ્યા છીએ. જે અંતર્ગત આજે આપણે ભાવનગરની પાલિતાણા બેઠક વિશે વાત કરીશું. પાલિતાણા બેઠકના જાતિવાદી સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર કોળી સમાજ અને પાટીદાર સમાજનુ પ્રભુત્વ છે. જ્ઞાતિ આધારિત વસ્તીના આંકડા પર નજર કરીએ તો અહી કોળી સમાજના 60 હજાર, લેઉવા પટેલના 41 હજાર, ક્ષત્રિય સમાજના 19 હજાર, અનુસૂચ્ત જાતિના 17 હજાર અને મુસ્લિમ સમાજના કુલ 256000 મતદારો નોંધાયેલા છે.
2022ની ચૂંટણીઃ-
પક્ષ ઉમેદવાર (હેડર)
ભાજપ ભીખાભાઈ બારૈયા
કોંગ્રેસ પ્રવીણ રાઠોડ
આપ ડૉ.ઝેડ.પી.ખેની
2017ની ચૂંટણીઃ-
ગત વખતે યોજાયેલી વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરથી કોંગ્રેસ પાસેથી આ સીટ આંચકી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં અહીં 1.80 ટકા મતદારોએ નોટાનુ બટન દબાવ્યું હતું.
2012ની ચૂંટણી:-
પાલિતાણા બેઠક પર વિધાનસભાની વાત કરીએ તો વર્ષ 1995થી 2012 સુધી અહીં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે અને ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જો કે વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીના આ ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે