Gujarat Election 2022: કમળ ખિલવવા કમાની કમાલ! ડીજેના તાલે કારમાં સવાર થઈ ભાજપ માટે માંગ્યા મત!

Gujarat Election 2022: ગુજરાતના ક્યા શહેરમાં કમાએ ભાજપનો ખેસ પહેરી કર્યો પ્રચાર, મહારથી વચ્ચે કમો પણ ચૂંટણી માટે મેદાન-એ-જંગમાં પ્રચાર કરવા ઉતર્યો.

Gujarat Election 2022: કમળ ખિલવવા કમાની કમાલ! ડીજેના તાલે કારમાં સવાર થઈ ભાજપ માટે માંગ્યા મત!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં સામેલ થઈ છે. જેના કારણે આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. જેને પગલે એક તરફ પ્રચાર પ્રસાર માટે પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ જેવા દિગ્ગજો છે, બીજી તરફ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ જેવા રાષ્ટ્રિય નેતાઓ પણ પોતાના પક્ષને જીતાડવા સભાઓ જગવી રહ્યાં છે. ત્યારે આ બધાય ની વચ્ચે એક વ્યક્તિએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. અને હાલ આ વ્યક્તિ સોશિયલ મીડિયા પર સૌથી વધારે ટ્રેન્ડ થઈ રહી છે. એ બીજુ કોઈ નહીં પણ આપણો કમો છે...

જીહાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ચૂંટણી પ્રચારના મેદાનમાં પણ કમાની એન્ટ્રી થઈ છે. મળતી જાણકારી અનુસાર, ભાજપે ભાવનગર શહેરમાં પ્રચાર માટે કમાને મેદાનમાં ઉતાર્યો છે. ભાજપનો ખેસ પહેરી કમાએ ભાજપનો પ્રચાર કર્યો હતો. વડવા વિસ્તારમાં કાર પર બેસી ડીજેના તાલે કમાએ ભાજપનો પ્રચાર કર્યો હતો. કમાએ લોકો સાથે ઉભા રહીને સેલ્ફી પણ પડાવી હતી.

ડાયરાથી ફેમસ થયેલા કમાભાઈએ ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. ડાયરામાં જે રીતે કમાની કારમાં એન્ટ્રી થાય છે તેવી રીતે જ ભાવનગરની શેરીઓમાં ચૂંટણી પ્રચારમાં કમાની એન્ટ્રી થઈ હતી. કારમાં સવાર થઈ કમાભાઈએ ભાજપના ફ્લેગ સાથે પ્રચાર કર્યો હતો. સુરેન્દ્રનગરના કોઠારિયાના વતની કમાને લોકગાયક કીર્તિદાન ગઢવીના કાર્યક્રમથી ઓળખ મળી હતી. હાલ કમાના વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારના મેદાનમાં પણ કમાએ એન્ટ્રી કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news