ગુજરાતમાં 15 એપ્રિલ સુધી રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે : નાયબ મુખ્યમંત્રી
ગુજરાતમાં જે રીતે કોરોનાનો કહેર (gujarat corona update) વધી રહ્યો છે તે જોતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકોને સાવચેત રહેવા સૂચના આપી દીધી છે. ત્યારે ગુજરાતમા રાત્રિ કરફ્યૂ (night curfew) ની મુદત 15 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ આ વિશે કહ્યું કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 15 એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. રાત્રિના 9થી સવારના 6 સુધી ગુજરાતના 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. તેમજ કોવિડની ગાઈડલાઈનનો અમલ 30 એપ્રિલ સુધી કરવાનો રહેશે.
Trending Photos
- કોરોનાના સમયગાળા દરમિયાન કોઈપણ ડોક્ટરનું રાજીનામુ મંજૂર નહિ કરવામાં આવે તેવી રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી
- રાત્રિના 9થી સવારના 6 સુધી ગુજરાતના 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. તેમજ કોવિડની ગાઈડલાઈનનો અમલ 30 એપ્રિલ સુધી કરવાનો રહેશે
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં જે રીતે કોરોનાનો કહેર (gujarat corona update) વધી રહ્યો છે તે જોતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકોને સાવચેત રહેવા સૂચના આપી દીધી છે. ત્યારે ગુજરાતમા રાત્રિ કરફ્યૂ (night curfew) ની મુદત 15 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ આ વિશે કહ્યું કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 15 એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. રાત્રિના 9થી સવારના 6 સુધી ગુજરાતના 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. તેમજ કોવિડની ગાઈડલાઈનનો અમલ 30 એપ્રિલ સુધી કરવાનો રહેશે.
રોજગારી ધંધા ચાલુ રહે તે જરૂરી છે
નીતિન પટેલે (nitin patel) કહ્યું કે, સમગ્ર દેશમાં જે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને કરફ્યૂની મુદત વધારવામાં આવી છે. રોજગારી ધંધા ચાલુ રહે તે પણ ધ્યાન રાખી રહ્યા છે. જાહેર જમાવડા ન થાય તે માટે ગુજરાતના અલગ અલગ શહેરોના કમિશ્નરો પોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે. આવામાં જાહેર જનતાને માસ્ક પહેરવા અપીલ કરું છું. વિધાનસભા સચિવાલયમાં હજારો નાગરિકો કામ કરવામાં માટે આવતા હોય છે. ગઈ કાલે જે ટેસ્ટ કર્યા છે તેમાં ઘણા કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. ત્યારે અહીં કામ વગર કોઈ નાગરિક ન આવે તેવી અપીલ કરું છું.
આ પણ વાંચો : ‘હું પણ રાજપૂત છું, અને પત્નીને ઘરકામમાં મદદ કરું છું...’ રિવાબાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર વાવાઝોડું આવ્યું
નિવૃત્તિ માંગનાર તબીબોની અરજી નકારી
સાથે કોરોનાના સમયગાળા દરમિયાન કોઈપણ ડોક્ટરનું રાજીનામુ મંજૂર નહિ કરવામાં આવે તેવી રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત છેલ્લા બે-ત્રણ મહિનામાં નિવૃત્તિને આરે આવીને ઉભેલા ડૉક્ટરોએ નિવૃત્તિ બાદ ખાનગી પ્રેક્ટિસ કરી શકે એ માટે રાજીનામા આપ્યા છે, પણ આવા એક પણ ડૉક્ટરનું રાજીનામું હાલના તબક્કે મંજૂર નહીં કરવામાં આવે તેવું તેમણે જણાવ્યું. સાથે જ કહ્યું કે, જે ડોક્ટરો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યાં છે તેઓના રાજીનામા ખાસ કિસ્સામાં જ મંજૂર કરાશે. છેલ્લા કેટલાક સમયથી નિવૃત્તિ નજીકના ડોકટરોએ નિવૃત્તિ માટે અરજી કરી છે. પરંતુ પસ્થિતિને ધ્યામાં રાખી કોઈ ડોક્ટરના રાજીનામા મંજુર કરવામાં આવ્યા નથી. જે તબીબો ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે, તે જ તબીબોના રાજીનામાં મંજુર કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ (Coronavirus) નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો (Corona Guidelines) અમલ આગામી તા. 30 એપ્રિલ 2021 સુધી લંબાવવામાં આવ્યો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તા. 30 એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે