અમદાવાદમાં ચારેતરફ ફેલાયેલ લોકડાઉનની અફવા અંગે મોટી ખબર

અમદાવાદમાં ચારેતરફ ફેલાયેલ લોકડાઉનની અફવા અંગે મોટી ખબર
  • અફઓથી ન દોરાવા જવાબદાર માધ્યમ તરીકે ZEE 24 કલાકની પણ તમામ વાચકોને અપીલ છે
  • AMC એ ખુલાસો કરતા જણાવ્યું કે, હાલ કોઈ લોકડાઉન થવાનું નથી

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ અને સુરતમાં કોરોનાને કાબુમાં લેવા તંત્રએ કડક નિયંત્રણો મૂક્યા છે. અમદાવાદ શહેરમાં બાગ-બગીચા, જીમ અને શાળા-કોલેજો તેમજ શનિ-રવિ વારે મોલ-થિયેટર પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે અમદાવાદમાં લોકડાઉન (lockdown) આવવાની અફવા વાયુવેગે ફેલાઈ રહી છે. લોકોમાં આ મુદ્દે સતત ચર્ચા થતા એએમસીને ખુલાસો આપવો પડ્યો છે. અમદાવાદ (Ahmedabad) માં શનિવારે અને રવિવારે લોકડાઉન થવાની વાત ખોટી હોવાનું એએમસીએ કહ્યું. તેમજ અફવાઓને ન ફેલાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને અપીલ કરી છે. શનિવાર અને રવિવારે માત્ર મોલ અને થિયેટર જ બંધ છે.  

આ પણ વાંચો : ગુજરાતમાં ધૂળેટીની ઉજવણીને લઈને DGP એ આપ્યા મોટા અપડેટ

હાલ કોઈ લોકડાઉન થવાનું નથી - AMC
અમદાવાદમાં લોકડાઉનની અફવા અંગેની મોટી ખબર સામે આવી છે. AMCએ અમદાવાદમા લોકડાઉનની અફવાઓનું ખંડન કર્યું છે. AMC એ ખુલાસો કરતા જણાવ્યું કે, હાલ કોઈ લોકડાઉન થવાનું નથી. શનિ-રવિવારે માત્ર મોલ અને થિયેટર બંધ છે. લોકડાઉન અંગેના ખોટા સમાચાર વહેતા થયા છે. AMC દ્વારા સોશિયલ મીડિયા પર પણ આ વાતનો ખુલાસો કરાયો છે. ત્યારે અફઓથી ન દોરાવા જવાબદાર માધ્યમ તરીકે ZEE 24 કલાકની પણ તમામ વાચકોને અપીલ છે. 

— Amdavad Municipal Corporation (@AmdavadAMC) March 19, 2021

શહેરમાં કોરોના ટેસ્ટિંગ ડોમ વધારાશે
બીજી તરફ AMC દ્વારા મહત્વની બેઠક યોજાઈ હતી. અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં AMC ના તમામ ઉચ્ચ અધિકારીઓ અને હેલ્થ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સતત વધી રહેલા કોરોના કેસની અને હાલમાં લેવાયેલા વિવધ નિર્ણયની બેઠકમાં સમીક્ષા કરાઇ હતી. તેમજ બેઠકમાં શહેરમાં કોરોના ટેસ્ટના ડોમ વધારવાનો નિર્ણય લેવાયો છે. તેમજ રસીકરણની પ્રક્રિયાને વધુ તેજ અને આક્રમક બનાવવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ અમદાવાદમાં નવા વેકસીનેશન સેન્ટર પણ ઉભા કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news