GUJARAT CORONA UPDATE: નવા 61 કેસ, 186 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
રાજ્યમાં કોરોનાના આજે નવા 61 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 186 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,11,273 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 99.03 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 96,289 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
Trending Photos
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 61 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 186 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,11,273 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 99.03 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 96,289 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 984 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટીલેટર પર છે જ્યારે 976 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 1211273 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10934 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 25, વડોદરા કોર્પોરેશન 9, ડાંગ 6, વડોદરા 5, બનાસકાંઠા 3, ગાંધીનગર-રાજકોટમાં 2-2, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, નવસારી, રાજકોટ કોર્પોરેશન, સુરત, સુરત કોર્પોરેશન અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.
જો આ ડમ્પિંગ સાઇટ બંધ નહી થાય તો આખા જિલ્લામાં લુલા લંગડા બાળકો પેદા થશે, ઘેર ઘેર હશે માંદગીના ખાટલા
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 9214 અને 39688નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1974 ને રસીનો પ્રથમ 33111 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 12302 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આજના દિવસમાં કુલ 96,289 ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,33,89,310 કુલ ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે