CM એ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, ગંદા પાણીમાં ચાલીને લોકો સાથે વાત કરી

Gujarat Rain Updates : દક્ષિણ ગુજરાતમાં મેઘતારાજીની સમીક્ષા કરવા પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ... બોડેલી, નવસારી અને ડેડિયાપાડામાં હવાઈ નિરીક્ષણ..બોડેલીમાં અસરગ્રસ્તોને મળીને સ્થિતિનો મેળવ્યો ચિતાર....
 

CM એ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, ગંદા પાણીમાં ચાલીને લોકો સાથે વાત કરી

બોડેલી :ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા કોપાયમાન થયા છે. ત્યારે બોડેલીમા પણ મેઘ તારાજી સર્જાઈ હતી. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે બોડેલી પહોંચીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. તેમજ પૂરથી અસરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરીને તેમની પરિસ્થિતિ જાણી હતી. 

બોડેલી પહોંચીને CM ભૂપેન્દ્ર પટેલે તારાજીનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું. જેના બાદ તેઓ અસરગ્રસ્ત વિસ્તારમાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા. તેઓ બોડેલીના દીવાન ફળિયા તથા વર્ધમાન ફળિયામાં પહોંચ્યા હતા. જ્યાં પૂરના પાણી સૌથી વધુ ભરાયા હતા. અહીં તેમણે પૂરથી અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ કર્યો હતો. તેમની મુશ્કેલી જાણી હતી. તો તેમને મદદ કરવાની બાંહેધરી આપી હતી. સાથે જ રઝા નગરના રહેવાસીઓને પણ મળીન તેમના હાલચાલ પહોંચ્યા હતા. 

તેના બાદ મુખ્યમંત્રી કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. ગઇકાલે જે લોકો પૂરના પાણીમાં ફસાયા હતા અને જેમને બચાવવામાં આવ્યા હતા તેવા 25 લોકો સાથે વાતચીત કરીને ખબરઅંતર પૂછ્યા હાત. તેમજ NDRF અને SDRF ની ટીમ સાથે પણ મુલાકાત કરી ચર્ચા કરી હતી. રાજપીપળા શહેરમાં થયેલા નુકસાનની પગલે અસરગ્રસ્તોને કેશડોલ પણ આપ્યા હતા. તેમજ ગઈકાલે 2 યુવાન કરજણ ડેમ ખાતે પાણીના પ્રવાહમાં વહી ગયા હતા, તેમના પરિવારજનોને પણ મુખ્યમંત્રી મળ્યા હતા.

એક મકાન પર ચઢ્યા હતા, અને મકાન માલિક સાથે વાતચીત કરી હતી. લોકોએ કેવી રીતે પૂરનો સામનો કર્યો તે માહિતી પણ તેમની પાસેથી મેળવી હતી. રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ તેમની સાથે નિરીક્ષણમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ ગામના સરપંચ સાથે પણ વાત કરીને કેવી રીતે પૂરના પાણી ગામમાઁ ફરી વળ્યા તે વિશે જાણ્યુ હતું. 

બોડેલીના આ વિસ્તારમાં 12 ફૂટ પાણી આખા ગામમાં છવાયા હતા. પૂરના પાણીમાં લોકો માંડ જીવ બચાવીને ભાગ્યા હતા. ગામ પાસે આવેલી વરસાદી કાંસનુ પણ મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યુ હતુ. આ જ કાંસ ગામમાં પૂરનુ કારણ બની હતી. તેથી સ્થાનિકોએ મુખ્યમંત્રીને અહી ચેકડેમ બનાવવા પણ રજૂઆત કરી હતી. 

No description available.

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં આજે પણ ડેડીયાપાડા અને સાગબારાના 12 થી 15 ગામો સંપર્ક વિહોણા છે. જેમાં ગારદા, ખામ, ભૂતબેડા, મંડાનાં, ખાબજી, તાબદા, મોવી, મોઝદા, તરાવ નદી, ડુમખલ ગામ, દેવનદી ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ તમામ ગામ ડેડીયાપાડા પાસે આવેલા છે અને સાગબારામાં ચોપડવાવ સહિત મહારાષ્ટ્ર સાથે જોડાયેલ 8 ગામ મોટીદેવરૂપણ, પાચપીપલી, ઉભરીયા, બોર્ડઇફળી પણ અસરગ્રસ્ત છે. 

પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ આજે નર્મદા જિલ્લાની વિપરીત પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા પ્રશાસન સાથે બેઠક યોજી હતી. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા. જિલ્લામાં તૂટેલા રોડ અને રસ્તાઓ તથા વીજળીને પ્રથમ પ્રાધાન્ય આપી જિલ્લામાં વાહન વ્યવહાર ફરીથી શરૂ થાય અને લોક સંપર્ક શરૂ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના પોલ પડી ગયા છે, તેને તાત્કાલિક સમારકામ કરવા સૂચના આપી હતી. આ વખતે વરસાદે તેનું રૂપ બદલ્યું છે અને પહેલા તૂટક તૂટક સિઝનમાં 20 થી 25 ઇંચ પડતો હતો, પરંતુ તે નુકસાન કરતો ન હતો, પર આ વખતે એકસાથે 20 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં તબાહી થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news