ભાજપમાં નેતૃત્વ પરિવર્તન પર ઉઠેલી ચર્ચાઓ પર સીઆર પાટીલે મૂક્યું પૂર્ણવિરામ, કહી મોટી વાત

સ્વતંત્રતા દિન પર પર આજે ભાજપ (Gujarat BJP)  પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ધ્વજવંદન કર્યું હતું. અહી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ત્યારે ભાજપમાં નેતૃત્વ મામલે ઉઠી રહેલા સવાલો પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેમણે આ અંગે સીઆર પાટીલે (CR Patil) કહ્યું હતું કે, નેતૃત્વ પરિવર્તનની વાત ખોટી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ની સરકારે સારું કામ કર્યું છે. આ બંનેના નેતૃત્વમાં જ આગામી ચૂંટણી લડીશું. તેઓ ગુજરાતના વિકાસમાં પૂરતી તાકાત સાથે કામ કરે છે. તેથી તેમના સાથથી જ આગામી મિશન પર લડીશું. 
ભાજપમાં નેતૃત્વ પરિવર્તન પર ઉઠેલી ચર્ચાઓ પર સીઆર પાટીલે મૂક્યું પૂર્ણવિરામ, કહી મોટી વાત

બ્રિજેશ દોશી/ગાંધીનગર :સ્વતંત્રતા દિન પર પર આજે ભાજપ (Gujarat BJP)  પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ધ્વજવંદન કર્યું હતું. અહી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ત્યારે ભાજપમાં નેતૃત્વ મામલે ઉઠી રહેલા સવાલો પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેમણે આ અંગે સીઆર પાટીલે (CR Patil) કહ્યું હતું કે, નેતૃત્વ પરિવર્તનની વાત ખોટી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ની સરકારે સારું કામ કર્યું છે. આ બંનેના નેતૃત્વમાં જ આગામી ચૂંટણી લડીશું. તેઓ ગુજરાતના વિકાસમાં પૂરતી તાકાત સાથે કામ કરે છે. તેથી તેમના સાથથી જ આગામી મિશન પર લડીશું. 

ભાજપ (BJP) માં નેતૃત્વ પરિવર્તનની વાત પર સીઆર પાટીલે સ્પષ્ટતા કરી છે. તો આ વિશે ભાજપના નેતા યમલ વ્યાસે કહ્યું કે, વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વની સરકાર બહુ જ સારી ચાલી રહી છે. વિપક્ષ (gujarat congress) દ્વારા રાજ્યમાં અરાજકતા ફેલાવવા આ મુદ્દો ઉપાડાયો હતો. વિરોધ પક્ષ પાસે બીજો મુદ્દો ન મળ્યો, ત્યારે પ્રજાને કન્ફ્યૂઝ કરવા આ મુદ્દો મૂક્યો હતો. પરંતુ ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકર્તાઓ ખૂબ જ પરિપક્વ છે અને આ પ્રકારની વાતમાં ક્યારેય આવતી નથી. જેના પર પ્રદેશ અધ્યક્ષે પૂર્ણવિરામ મૂક્યું છે. 

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર સીઆર પાટીલે કાર્યકરોની હાજરીમાં ધ્વજવંદન (independence day) કર્યું. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે આ પ્રસંગે કહ્યું કે, દેશ આઝાદીનું 75મું વર્ષ મનાવી રહ્યો છે. દેશ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યો છે. સ્વતંત્રતા માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે. એમના સ્વપ્નને સાકાર કરવું આપણી સૌની જવાબદારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓથી દેશને વૈશ્વિક સ્તરે આગળ વધાર્યો છે. આપણી આવનારી પેઢીને સ્વતંત્રતાનો ઈતિહાસ ખબર હોવી જોઈએ. આપણા દેશના ખેલાડીઓનું ઓલિમ્પિકમાં જે પ્રદર્શન રહ્યું તેના માટે સરકારે પણ અનેક પગલાં ભર્યાં છે. નવા કેન્દ્રીય મંત્રીઓ પ્રવાસ કરીને લોકોના આશીર્વાદ મેળવવાના છે. લોકોનો વિશ્વાસ અને આશીર્વાદ મળે તે માટે યાત્રાનું આયોજન કરાયું છે.  

ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણી અને નીતિન પટેલની નેતૃત્વવાળી સરકારે ગુજરાતમાં સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂરા કર્યા છે. જેની શાનદાર ઉજવણી વિવિધ કાર્યક્રમોના માધ્યમથી કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news