એક બેઠક ગુમાવ્યાનું દુખ પાટીલના ચહેરા પર દેખાયું, પરિણામ પછી આપ્યું મોટું નિવેદન

Gujarat Lok Sabha Chunav Result 2024: લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેમણે બનાસકાંઠા બેઠક ગુમાવવા પર પ્રતિક્રીયા આપી હતી 
 

એક બેઠક ગુમાવ્યાનું દુખ પાટીલના ચહેરા પર દેખાયું, પરિણામ પછી આપ્યું મોટું નિવેદન

Gujarat Lok Sabha Chunav Result 2024: લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ માટે સિંહ આલા પણ ગઢ ગેલા જેવો ઘાટ સર્જાયો છે. ગુજરાતમાં ક્લીન સ્વીપ કરવા મથી રહેલા ભાજપનું સપનુ રગદોળાયું છે. 25 બેઠકો જીતવાનો આનંદ એટલો નથી, જેટલી એક બેઠક ગુમાવવાનો રંજ દેખાઈ રહ્યો છે. પરિણામ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખના ચહેરા પર બનાસકાંઠા બેઠક ગુમાવવાનો પસ્તાવો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. સાથે જ ભાજપના દરેક બેઠક પર 5 લાખ લીડથી જીતવાનો ટાર્ગેટ પણ પૂરો થયો નથી. પરિણામ બાદ સીઆર પાટીલે મીડિયા સામે આવીને કહ્યું કે, કમનસીબે આ વખતે અમારી મહેનત ઓછી પડી. જાણે અજાણ્યે અમારી ભૂલને કારણે એક સીટ ગુમાવી છે. અમારી ભૂલને સુધારી કામ કરીશું. 

લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સીઆર પાટીલ બોલ્યા કે, લોકસભાના ઈલેક્શનની આખી પ્રક્રિયા ગુજરાતમાં ખુબ જ શાંતિ પૂર્ણરૂપે પૂરી કરવામાં આવી છે. ખુબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છનીય ઘટના વિના મતદાન અને પરિણામ આવ્યું છે. ગુજરાતમાં આ પહેલા 16 અને 17 મી લોકસભામાં ભાજપે 26 માંથી 26 બેઠકો જીતી હતી. પણ કમનસીબે આ વખતે અમારી મહેનત ઓછી પડી. જાણે અજાણ્યે અમારી ભૂલને કારણે એક સીટ ગુમાવી છે. અમારી ભૂલને સુધારી કામ કરીશું.

સાથે જ તેમણે કહ્યું કે, ભાજપ પુરી તાકાત સાથે પ્રધાનમંત્રીના અને અમિત શાહના માર્ગદર્શનથી ઉમેદવારની પસંદગી પ્રકિયા અને માર્ગદર્શન આપ્યા. કાર્યકર્તાઓની મહેનત ના કારણે અમે 24 સીટ ઉપર જવલંત જીત મેળવી છે. એક સીટ ગુમાવ્યાનું અમને દુઃખ પણ છે અને પાંચ લાખથી જીત્યા છે. બે સીટ 7 લાખ ઉપરની લીડથી જીત્યા છીએ. અમે સાબરકાંઠા સિવાય બધી સીટ ઉપર એક લાખથી ઓછા લીડથી જીત્યા છીએ. આ જીત ગુજરાતની જનતાનો વિશ્વાસ છે એનું પ્રતિબિંબ પાડે છે. 

5 લાખથી ઓછી લીડવાળી સીટો પર પાટીલે નિવેદન આપતા કહ્યું કે, અમને હતુ કે ૧૪-૧૫ સીટો પર ૫ લાખની લીડથી જીતીશું, પરંતુ ક્યાક કચાસ રહી હશે.

 

તેમણે કહ્યું કે, રાજકોટમાં થયેલા અગ્નિકાંડને કારણે અમે જશ્ન નહી મનાવીએ તે પહેલા જ કહ્યું હતું. જેમને પણ દુઃખ થયું છે તેમના દુઃખમાં અમે સહભાગી થઈએ છીએ. રાજકોટની ઘટનાના દુઃખ સાથે આ રિઝલ્ટને અમે વધવીએ છીએ. 26 માંથી 26 બે વખત આવ્યા છે. તેમ આ વખતે પણ જીતવાનો પ્રયાસ અમે પૂરેપૂરો કર્યો. પણ એક સીટ કોઈ ભૂલના કારણે નથી આવી. આ પરિણામને વધાવીને પ્રજાનો આભાર માની અમે ફરીથી જ્યાં પણ કચાશ હશે તેને દૂર કરી ગુજરાતની જે વિકાસની ગતિ અમે પકડી છે તેનાથી વધુ ગતિ પકડીશું. અમારી ભૂલો અને ક્ષતિઓ શોધી અમે પ્રયત્ન કરીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news