વિધાનસભાની વાતઃ ઠાસરામાં આ વખતે કોનો છે ઠાઠમાઠ? જાણો કેવા છે રાજકીય સમીકરણો
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ આ બેઠક પર 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમારે બીજેપીના ઉમેદવાર રામસિંહ પરમારને હરાવીને જીત મેળવી હતી. રામસિંહ પરમાર પહેલા કોંગ્રેસના નેતા હતા. જોકે પછી તે ભાજપમાં જોડાઈ ગયા હતા. આ પહેલાં વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પરથી રામસિંહ પરમાર જીતીને વિધાનસભા સુધી પહોંચ્યા હતા.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ચૂકી છે. આચારસંહિતા લાગૂ થઈ ચૂકી છે. અને હવે ભાજપ દ્વારા કુલ 182 સીટો પૈકી આજે 160 સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત પણ થઈ ચૂકી છે. ત્યારે જોઈએ કે આ વખતે ઠાસરા બેઠક પર કોણ જમાવશે ઠાઠમાઠ? કયા ઉમેદવાર કરશે ઠાસરા વિધાનસભાની બેઠક પર રાજ? શું છે અહીંના સામાજિક અને રાજકીય સમીકરણો...આ દરેક સવાલોનો જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.
ઠાસરા બેઠક વિશે જાણો:
ઠાસરા ખેડા જિલ્લામાં આવેલું એક શહેર છે. કોંગ્રેસ આ બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી જીતતું આવે છે. કોંગ્રેસે 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં વિજયનો પરચમ લહેરાવ્યો હતો. આ બેઠક પર 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમારે બીજેપીના ઉમેદવાર રામસિંહ પરમારને હરાવીને જીત મેળવી હતી. રામસિંહ પરમાર પહેલા કોંગ્રેસના નેતા હતા. જોકે પછી તે ભાજપમાં જોડાઈ ગયા હતા. આ પહેલાં વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પરથી રામસિંહ પરમાર જીતીને વિધાનસભા સુધી પહોંચ્યા હતા.આ પહેલાં 2007માં યોજાયેલી ચૂંટણીમાં રામસિંહ પરમારે ભાજપના ઉમેદવાર ભગવાનસિંહ ચૌહાણને હરાવ્યા હતા. આ વિધાનસભા બેઠક પર ઓબીસી અને મુસ્લિમ મતદારોનો દબદબો છે.
વિધાનસભા ચૂંટણીમાં ઠાસરાનો હિસાબઃ
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 કિરીટસિંહ ઠાકોર સ્વતંત્ર
1967 એમ.ડી.દેસાઈ સ્વતંત્ર
1972 ધનશ્યામભૈયા પંડિત કોંગ્રેસ
1975 યૌસિનમિયા મલેક કોંગ્રેસ
1978 વસિનમિયા મલેક કોંગ્રેસ
1980 ચંપાબેન પરમાર જેએનપી
1985 રામસિંહ પરમાર જનતા દળ
1990 રામસિંહ પરમાર કોંગ્રેસ
1995 રામસિંહ પરમાર કોંગ્રેસ
1998 રામસિંહ પરમાર કોંગ્રેસ
2002 ભગવાનસિંહ ચૌહાણ ભાજપ
2007 રામસિંહ પરમાર કોંગ્રેસ
2012 રામસિંહ પરમાર કોંગ્રેસ
2017 કાંતિભાઈ પરમાર કોંગ્રેસ
ઠાસરા બેઠકની સમસ્યાઓ:
અહીંયા પીવાના પાણીની મોટી સમસ્યા છે. તો દૂષિત પાણીના કારણે સ્થાનિક લોકો હેરાન-પરેશાન છે. અહીંયા વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી વરસાદમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે