Unseasonal rain in Gujarat: ફરી એકવાર ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, જાણો કઈ તારીખે ક્યાં ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે 5મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદ પડશે.

 Unseasonal rain in Gujarat: ફરી એકવાર ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, જાણો કઈ તારીખે ક્યાં ક્યાં પડશે વરસાદ?

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: રાજ્યમાં હવાનન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 5થી 8 જાન્યુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પગલે ગુજરાતમાં કમોમસી વરસાદ પડશે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ રહેશે. જેના કારણે ખેડૂતોએ સાવચેત રહેવા સૂચન આપી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર સહિત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે 5મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદ પડશે. એટલું જ નહીં 5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન 2થી 3 ડીગ્રી નીચું જવાની શક્યતા સેવવામાં આવી છે. 

નોંધનીય છે કે સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે, જેની અસરોથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. ઠંડા પવનો ઘટતાં રાજ્યનાં 12 શહેરમાં ગરમીનો પારો 29થી 31 ડીગ્રી વચ્ચે નોંધાયો હતો. જોકે અમદાવાદમાં વાતાવરણ વાદળીયું રહેવાની શક્યતા છે. બીજી તરફ, ખેડૂતોને શિયાળુ પાકની ચિંતા છે. વારંવાર માવઠું થવાથી પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. ચાર દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ફરીથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલની ભયાનક આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો જ નથી છોડી રહ્યો. ઉનાળામાં વરસાદ આવી ચુક્યો છે, હવે શિયાળામાં પણ વરસાદ આવી રહ્યો છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલની આગાહી મોટે ભાગે હવામાન અંગેના તારણો સચોટ હોય છે. તેવામાં જો ફરી કમોસમી વરસાદ આવે તો ખેડૂતોની સ્થિતિ વધારે કફોડી બની શકે છે.

આગામી દિવસોમાં માવઠું થવાની શક્યતા છે. 2022માં પશ્ચિમની વિક્ષેપની અસર તળે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હીમ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેતા દિલ્લી પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અને ગુજરાત સુધીના ભાગોમાં હવામાનમાં પલટો આવે અને કમોસમી વરસાદ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતના ભાગો જેવા કે બનાસકાંઠા પંચમહાલ મહેસાણા અને કચ્છ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, ઝાલાવાડના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કમોસમી વરસાદની શક્યતા છે. કોઈ કોઈ ભાગોમાં વધુ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. 

અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજના લીધે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વત્તા-ઓછા વરસાદ થઈ શકે છે. માવઠુ જાન્યુઆરી તારીખ 4થી 7 વચ્ચે થવાની શક્યતા છે. 10 જાન્યુઆરી સુધી હવામાનમાં પલટો રહી શકે છે. ત્યાર બાદ માવઠા થતા જ રહે અને 15 જાન્યુઆરી પછી પણ હવામાનમાં પલટો આવી શકે વાદળવાયુ અને ઠંડીનો ચમકારો રહે તેવી શક્યતા છે. 21 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ઘણા પલટા આવે તેવી શક્યતા છે. કમોસમી વરસાદના લીધે મસાલાના પાકો, જીરા જેવા પાકો અને શાકભાજીના પાકોમાં હવામાનની વિપરીત અસર પડી શકે છે. કપાસ અને દિવેલાના પાકમાં પાન સુકાવાની શક્યતા રહી શકે છે. ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલા લેવા જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news