‘સુતરેજા લાખો રૂપિયા સાથે અમદાવાદ આવે છે...’ 5 લાખ સાથે પકડાયા GPCBનાં કલાસ-1 ઓફિસર
સરકારી અધિકારીઓમાં લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય માણસને દરેક કામ કઢાવવા માટે લાંચના રૂપિયા ચૂકવવા પડે છે. આવામાં જામનગરમાં ACB (Anti Corruption Bureau)એ મોટી કાર્યવાહી કરી છે. GPCBનાં અધિકારીને ACB માતબર રકમ સાથે પકડી પાડ્યા છે. GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં આવ્યા છે. બી.જી.સુતરેજા પાસેથી 5 લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે. છેલ્લાં એક મહિનાથી સુતરેજા પર ACB ની ચાંપતી નજર હતી, જેના બાદ આખરે તે પકડાયા હતા.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર :સરકારી અધિકારીઓમાં લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય માણસને દરેક કામ કઢાવવા માટે લાંચના રૂપિયા ચૂકવવા પડે છે. આવામાં જામનગરમાં ACB (Anti Corruption Bureau)એ મોટી કાર્યવાહી કરી છે. GPCBનાં અધિકારીને ACB માતબર રકમ સાથે પકડી પાડ્યા છે. GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં આવ્યા છે. બી.જી.સુતરેજા પાસેથી 5 લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે. છેલ્લાં એક મહિનાથી સુતરેજા પર ACB ની ચાંપતી નજર હતી, જેના બાદ આખરે તે પકડાયા હતા.
ચાર દાયકા જૂના બેંકલૂંટના આરોપી ડાકુને ગુજરાત ATS એ શોધી કાઢ્યો...
ACBએ મોડી રાત્રે જામનગરથી અમદાવાદ આવેલા અધિકારી બી.જી. સુતરેજાની તલાશી લીધી હતી. બી.જી.સુતરેજા પાસેથી લાખોની રોકડ રકમ મળી આવી છે. બી.જી.સુતરેજા અમદાવાદમાં રહે છે, અને જામનગરમાં GPCB માં ફરજ બજાવે છે. ACB ને માહિતી મળી હતી કે, દર સપ્તાહે સુતરેજા લાખોની રકમ લઇને અમદાવાદ આવે છે. બાતમીને આધારે ACBએ સુતરેજા પર વોચ રાખી હતી અને આખુ ઓપરેશન પાર પાડ્યું હતું. ક્લાસ વન ઓફિસર પાસેથી આટલી મોટી રકમ મળી હોય તેવી પ્રથમ ઘટના છે.
સુરતથી અમદાવાદ આવનારા 18 કોરોના સંક્રમિત નીકળ્યા, AMC એલર્ટ થયું
ACB સુતરેજા પર અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરશે. હાલ જામનગર GPCBનાં ઓફિસરની એસીબી દ્વારા સઘન પૂછપરછ ચાલી રહી છે, કે તેઓ ક્યાંથી આટલી માતબર રકમ લઈને આવ્યા. તો ACBનાં ઓપરેશનથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં ખળભળાટ મચ્યો છે. તેમાં વધુ નામ ખૂલે તો નવાઈ નહિ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે