ડ્રોપઆઉટ દરમાં ઘટાડાનો ગુજરાત સરકારનો દાવો, આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશ્યિલ મીડિયા પર આ અંગે પોસ્ટ કરીને શાળા પ્રવેશોત્સવને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રનો સુવર્ણ અધ્યાય ગણાવ્યો.
Trending Photos
- આજથી ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
- 2003થી તત્કાલીન CM નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની કરાવી હતી શરૂઆત
- 'શાળા પ્રવેશોત્સવ એ ગુજરાત રાજ્યના શિક્ષણ ક્ષેત્રનો સુવર્ણ અધ્યાય'
- શાળામાં નામાંકન દરમાં મોટો વધારો-ડ્રોપઆઉટ દરમાં ઘટાડાનો સરકારનો દાવો
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બેટી પઢાઓના નારા સાથે ગુજરાત સરકારે આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ અભિયાનની શરૂઆત કરાવી હતી. 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાન શરૂ કર્યું હતું. જેને ગુજરાત સરકાર આગળ ધપાવી રહી છે. ત્યારે શાળા પ્રવેશોત્સવને કારણે ગુજરાતની શાળાઓમાં ડ્રોપઆઉટ રેસિયો એટલે કે, બાળકો અધવચ્ચેથી શાળા છોડી દેતા હોવાનું પ્રમણા ઘટ્યું હોવાનો સરકાર દાવો કરે છે. એટલું જ નહીં ગુજરાત સરકાર એવો પણ દાવો કરી રહી છેકે, રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર પહેલાં કરતા ઘણું સુધર્યું છે. એ જ કારણોસર લોકો હવે પ્રાઈવેટ સ્કૂલોને બદલે પોતાના બાળકોને સરકારી શાળાઓમાં મોકલા તૈયાર થઈ રહ્યાં છે.
‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે બુધવાર તા. ૨૬મી જૂને એટલેકે, આજ રોજ વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી બિલિઆંબા પ્રાથમિક શાળામાં ૨૪ બાળકોને ધોરણ-૧માં, ૨૧ બાળકોને બાલવાટિકામાં અને ૭ ભૂલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો. મંત્રીઓ અને 367 ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રી બીજા દિવસે તા. ૨૭ જૂનના છોટાઉદેપુર તાલુકામાં અને અંતિમ દિવસ તા. ૨૮ જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે. રાજ્યમાં દૂરદરાજના અંતરિયાળ ગામો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના આ શિક્ષણ સેવા યજ્ઞમાં વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તેમજ IAS, IPS, IFS સહિત વર્ગ-૧ ના કુલ મળીને 367 ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી બાળકોનો શાળા પ્રવેશ કરાવશે.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠામાં જવાબદારી સોંપાઈ. વિધાનસભા અધ્યક્ષ અને અન્ય મંત્રીઓ જે સ્થળોએથી શાળા પ્રવેશોત્સવ કરાવશે તેમાં, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લામાં, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ જિલ્લામાં, ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુર ખાતે, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ભાવનગર જિલ્લામાં, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા જામનગર જિલ્લા ખાતે, આદિજાતિ મંત્રી કુબેરભાઈ ડીંડોર મહીસાગર જિલ્લામાં અને મહિલા તથા બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા નર્મદા જિલ્લા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થશે. આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રીઓને પણ અલગ અલગ જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન સમગ્ર રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવશે. તેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર 11.73 લાખ, ધોરણ-૧માં પ્રવેશપાત્ર 3.62 લાખ, ધોરણ-૮ થી ૯માં પ્રવેશપાત્ર 10.35 લાખ અને ધોરણ-૧૦ થી ૧૧માં પ્રવેશપાત્ર 6.61 લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે