પાક નુકસાનની સહાય માટે સરકારે મંગાવી અરજી, આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર સાથે રાખજો

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાતનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પંચાયતમાંથી ફોર્મ ભરવું પડશે

પાક નુકસાનની સહાય માટે સરકારે મંગાવી અરજી, આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર સાથે રાખજો

ગાંધીનગર : રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોનાં પાકને ભારે નુકસાન થયું છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી ચુકી છે. જો કે ખેડૂતે સહાય મેળવવા માટે અરજી કરવી પડશે. જે અંતર્ગત સહાય પેકેજનો લાભ લેવા માટે ખેડૂતો પાસેથી નિયમ સમયમાં અરજીઓ મંગાવી છે. અરજી કરવા માટે ગ્રામસેવક અથવા તલાટી મંત્રી પાસેથી ફોર્મ મેળવીને અરજી કરવી પડશે. 31 ડિસેમ્બર સુધીમાં ગુજરાતનાં તમામ ખેડૂતોએ અરજી મંગાવવામાં આવી છે. 

અરજી સાથે આપવા પડશે આટલા ડોક્યુમેન્ટ્સ
ખેડૂતોએ અરજી સાથે ખેડૂતનું પોતાનું આધારકાર્ડ, તલાટીનો પાક વાવેતરનો દાખલો અથવા 7/12ના ઉતારા, 8એ, બેન્ક એકાઉન્ટની પાસબુક કે જેમાં ખેડૂતનું નામ અને બેંક એકાઉન્ટ અંગેની તમામ માહિતી હોય તેની ઝેરોક્ષ.સંયુક્ત ખાતેદારોમાં લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહીવાળું NOC સંમતિ પત્રક. આ ઉપરાંત સંયુક્ત ખાતેદારની ગેરહાજરીમાં ખેડૂતે એફીડેવિટ રજુ કરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક ખેડુત એક જ અજી કરી શકશે. તમામ ખાતેદારો અરજી કરી શકશે નહી.

પાક વીમો અને ભાવનગરનાં નેશનલ હાઇવેની બિસ્માર હાલતનો મુદ્દો સંસદમાં ગુંજ્યો
આ ઉપરાંત ખેડૂતોને શક્ય તેટલી તમામ મદદ કરવા માટે તંત્રના જવાબદાર અધિકારીઓને પણ સુચના આવામાં આવી છે. ખેડૂતોને પણ કોઇ સમસ્યા થાય તો ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી, તાલુકા અમલીકરણ અધિકારી, પેટા વિભાગ કક્ષાના મદદનીશ ખેતી નિયામક અને જિલ્લા કક્ષાએ પણ ખેતીવાડીનો સંપર્ક કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news