ધૂમ સ્ટાઇલે બાઇકો ફેરવી રિલ્સ બનાવવી ભારે પડી! રાજસ્થાનના 4 યુવકો આ શહેરમાં કરતા એવું કામ કે....
Surat Bike Theft: પોતાના મોજશોખ પૂરા કરવા માટે અને લોકો સામે વટ પાડવા રાજસ્થાનના ચાર યુવકો સુરત વિસ્તારમાંથી બાઇકોની ચોરી કરતા હતા. આ ગેંગ દ્વારા મોંઘી સ્પોર્ટ બાઇકોની ચોરી કર્યા બાદ તેને સુરતમાં ફેરવવામાં આવતી હતી.
Trending Photos
ચેતન પટેલ/સુરત: શહેરમાં મોંઘી સ્પોર્ટ્સ બાઈક ચોરતી ગેંગ ને ખટોદરા પોલીસ એ ઝડપી પાડી છે પોલીસ એ આ ગેંગ પાસે થી ત્રણ મોંઘીદાટ ત્રણ સ્પોર્ટ્સ બાઈક પણ કબ્જે કરી છે તમામ આરોપી ઓ ખાસ સોશ્યલ મીડિયા માં રીલ બનવવા કરતા હતા.
સોશ્યલ મીડિયાનો જમાનો છે, ત્યારે યુવા વર્ગમાં સોશ્યલ મીડિયામાં રીલ બનાવી ફેમસ થવાનો ક્રેઝ છે. સુરતમાં ચાર યુવાનો ફેમસ થવા અને સોશ્યલ મીડિયામાં વધુ લાઈક મેળવા માટે તેઓ સ્પોર્ટ્સ બાઈકના ચોરીના રવાડે ચઢ્યા અને તેઓ સુરતના ખટોદરા વિસ્તારમાંથી ત્રણ જેટલી સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરી હતી. સુરત સહીત રાજસ્થાન જઈ સોશ્યલ મીડિયામાં રીલ બનાવવા સાથે ગામમાં શેખી મારતા હતા, ત્યારે સ્પોર્ટ્સ બાઈકની ચોરીના પગલે પોલીસે અલગ અલગ ટીમ બનાવી આવા બાઈક ચોર ઈસમની શોધખોર હાથ ધરી હતી.
પોલીસને બાતમી મળી હતી કે જે સ્પોર્ટ્સ બાઈક ચોરી થઈ છે તેવી બાઈક પર કેટલાક ઈસમો ગોકુળ નગર કચરાના પ્લાન્ટ પાસે બાઈક પર સ્ટંટ કરી રહ્યા છે અને તેઓની બાઈક સ્લીપ થતા તેઓ ઘાયલ થયા છે. પોલીસ એ બાતમીના આધારે તપાસ કરતા જે ઘાયલ યુવક હતા તેની પૂછ પરછ કરતા તે જ ચોરીની સપોર્ટ બાઈક હોવાનું સામે આવ્યું હતું. પોલીસ એ તેમની અટકાયત કરી વધુ પૂછ પરછ હાથ ધરી હતી.
આરોપીઓ સ્પોર્ટ્સ બાઈકની ચોરીની મોડસ ઓપરેન્ડી અપનાવવા હતા. તેઓ લાત મારી એક ઝાટકે સ્ટેરીંગ લોક તોડી નાંખતા હતા અને વાયરિંગ સાથે ચેડાં કરી બાઈક સ્ટાર્ટ કરી મિનિટોમાં બાઈક ચોરી ફરાર થઈ જતા હતા. ત્યારે પોલીસની પૂછપરછમાં તેઓ એક ગેંગ બનાવીને સુરતના અલગ અલગ વિસ્તારમાં ફરી માત્ર સ્પોર્ટ્સ બાઈક ચોરી કરતા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.
તેઓએ આ જ રીતે ત્રણ જેટલી સ્પોર્ટ્સ બાઈક ચોરીને અંજામ આપ્યાનું કબલ્યું હતું, સાથે જ ચોરીની સ્પોર્ટ્સ બાઈક તેમના વતન રાજસ્થાન લઇ જઈ ગામમાં શેખી મારવા સાથે તેઓ રીલ બનાવતા હોવાનું પોલીસ સમક્ષ કબલ્યું છે. પોલીસ એ એક બાળગુનેગાર સહીત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આમ સોશ્યલ મીડિયામાં રીલ બનાવા અને ફેમસ થવા ચોરીના રવાડે ચઢેલા આ તમામ યુવકોને હવે જેલની હવા ખાવાનો વારો આવી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે