કચ્છમાં બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઈ
બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઇ કરી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસ દ્વારા 18 મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને ઈ-મેઇલ આઇડી ધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઇ કરી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસ દ્વારા 18 મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને ઈ-મેઇલ આઇડી ધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવા અને બોડી મસાજ તેમજ સ્પાના નામે ભુજના બિલ્ડર સાથે ચીટર ટોળકી 5 મહિનાથી ઠગાઇ કરી રહી હતી. ફ્રેન્ડશીપ ક્લબમાં મહિલા સભ્યોની નોંધણી બાદ સારા વળતરની લાલચ આપી ઠગાઇ આચરી હતી. રજીસ્ટ્રેશનના નામે અજાણ્યા શખ્સોએ ટૂકડે ટૂકડે રૂપિયા 43,31,160ની માતબર રકમની ઠગાઈ આચર્વામાં આવી છે.
આ મામલે ભોગ બનનારે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા 18 મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને ઈ-મેઇલ આઇડી ધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતીમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે