ભરૂચ : વિધવા મહિલાને વિદેશથી આવ્યું કરોડોનું પાર્સલ, 8.90 લાખ ટેક્સ ભર્યો પછી ખબર પડી કે...

ભરૂચની એક પ્રખ્યાત શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા એક વિધવા મહિલા છેતરાઇ ગઇ છે. મહિલાએ પોતાની પ્રોફાઇલ એક મેટ્રોમોનિયલ વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ અપડેટ કરી હતી. દરમિયાન 11 ફેબ્રુઆરી વિદેશી નંબરથી તેના મોબાઇલ પર એક વ્યક્તિએ સંપર્ક કર્યો હતો. પોતે જીન રિચર્ડ હોવાની અને તે લગ્ન કરવા માંગતો હોવાની વાત કરીને શિક્ષિકાને ભોળવી હતી. શિક્ષિકા પણ તેની વાતોમાં આવી ગઇ હતી. બંન્ને વચ્ચે ઘણા લાંબા સમય સુધી વાતો ચાલતી રહી હતી.

ભરૂચ : વિધવા મહિલાને વિદેશથી આવ્યું કરોડોનું પાર્સલ, 8.90 લાખ ટેક્સ ભર્યો પછી ખબર પડી કે...

ભરૂચ : ભરૂચની એક પ્રખ્યાત શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા એક વિધવા મહિલા છેતરાઇ ગઇ છે. મહિલાએ પોતાની પ્રોફાઇલ એક મેટ્રોમોનિયલ વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ અપડેટ કરી હતી. દરમિયાન 11 ફેબ્રુઆરી વિદેશી નંબરથી તેના મોબાઇલ પર એક વ્યક્તિએ સંપર્ક કર્યો હતો. પોતે જીન રિચર્ડ હોવાની અને તે લગ્ન કરવા માંગતો હોવાની વાત કરીને શિક્ષિકાને ભોળવી હતી. શિક્ષિકા પણ તેની વાતોમાં આવી ગઇ હતી. બંન્ને વચ્ચે ઘણા લાંબા સમય સુધી વાતો ચાલતી રહી હતી.

કોરોના કરતા પણ મોટો અહમ! AMCમાં અધિકારીઓ અને શાસકો વચ્ચે હુંસાતુંસી
એક દિવસ જીને જણાવ્યું કે, બ્રોમલીથી તેના માટે એક પાર્સલ મોકલ્યું છે.ત્યાર બાદ 24મી તારીખે એક મહિલાએ તેનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે, તમારૂ ઇન્ટરનેશનલ પાર્સલ આવ્યું છે. જો કે આ પાર્સલ છોડાવવા માટે તમારે રૂપિયા ભરવા પડશે. શિક્ષિકાએ તૈયારી દર્શાવતા 37 હજાર રૂપિયા આઇસીઆઇસીઆઇ બેંકના એક ખાતામાં ભરાવડાવ્યા હતા. ત્યાર બાદ પાર્સલ માટે કિંમતી વસ્તુઓ અને વિદેશી મોંઘી વસ્તુઓ સહિત કુલ 40 લાખ રૂપિયાની કિંમતની વસ્તુઓ હોવાનું જણાવ્યું હતું. જેના ટેક્ષ પેટે કેટલોક ચાર્જ ચુકવવો પડશે. તેમ જણાવીને બીજા રૂપિયા પડાવ્યા હતા.

ગુજરાત: હોળાષ્ટક બાદ ભાજપ કોંગ્રેસનાં ઉમેદવારો ભરશે રાજ્યસભાનું ફોર્મ
આ રીતે વિવિધ બહાનાઓ હેઠળ શિક્ષિકા પાસેથી કુલ 8.90 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ તમામ રકમ ચોક્કસ એકાઉન્ટમાં નાખવા માટે જણાવી હતી. જો કે આટલી મોટી રકમ ભર્યા બાદ એસબીઆઇ શાખાએ તેનો સંપર્ક કર્યો હતો ત્યારે તેની સાથે છેતરપિંડી4 થઇ હોવાની તેને ખબર પડીહ તી. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ખાતે આ ફરિયાદ દાખલ કરાઇ હતી. હાલ તો મહિલાને પસ્તાવાનો પાર રહ્યો નથી. તેની મહેનતની 8 લાખથી વધુની રકમ આ રીતે ભેજાબાજ ઠગ ઉપાડી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news