દારૂની છૂટ બાદ દાદાની સરકાર હવે ગુજરાતના લોકોને આપશે બીજી મોટી ભેટ; આ ત્રણ જગ્યાઓ નક્કી!

રાજ્ય સરકારે ત્રણ જગ્યાઓ પર ફલોટીંગ વિલા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કડાણા ડેમ, બેટ દ્વારકા અને ધરોઈ ડેમમાં ફ્લોટિંગ વિલા શરૂ કરવાની તૈયારીમાં છે. ખાનગી કંપનીઓને ફ્લોટિંગ વિલાનું કામ સોંપાશે. 

દારૂની છૂટ બાદ દાદાની સરકાર હવે ગુજરાતના લોકોને આપશે બીજી મોટી ભેટ; આ ત્રણ જગ્યાઓ નક્કી!

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતની પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકાર પોતાનો એક્શન પ્લાન ઘડી નાંખ્યો છે. સરકારે ગીફ્ટ સીટીમાં દારૂબંધી નીતિમાં છૂટછાટ આપ્યા બાદ હવે ગુજરાતમાં ફ્લોટિંગ વિલાના વિકાસથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાનો ઉદ્દેશ છે. જેથી રાજ્ય સરકારે ત્રણ જગ્યાઓ પર ફલોટીંગ વિલા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કડાણા ડેમ, બેટ દ્વારકા અને ધરોઈ ડેમમાં ફ્લોટિંગ વિલા શરૂ કરવાની તૈયારીમાં છે. ખાનગી કંપનીઓને ફ્લોટિંગ વિલાનું કામ સોંપાશે. 

મહત્વનું છે કે દુનિયાની અનેક દેશમાં ફ્લોટિંગ વિલા જોવા મળે છે. ખાસ કરીને ટાપુ દેશો અને નૈસર્ગિંક દેશો તેમની પ્રવાસન પ્રવૃત્તિને વિલાથી વેગ આપી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં દાદાની સરકાર હવે ગુજરાતના લોકોને ફ્લોટિંગ વિલાની ભેટ આપવા જઈ રહ્યું છે. સરકાર બેટ-દ્વારકા, ધરોઈ ડેમ અને કડાણા ડેમમાં ફ્લોટિંગ વિલા શરૂ કરવાની તૈયારીમાં છે, ત્યારે જાણવા મળી રહ્યું છે કે ધરોઇ ડેમ પસંદ કરવાનું કારણ એવું આપવામાં આવે છે કે પ્રવાસીઓ આ જગ્યાએ ફ્લોટિંગ વિલામાં રોકાઇને અંબાજી, વડનગર, મોઢેરા, સિદ્ધપુર, દેવની મોરી અને પોલો ફોરેસ્ટ જેવી જગ્યાએ હરી-ફરી શકે છે.

₹9500 થી ઓછામાં ખરીદો આ ચાર 5G સ્માર્ટફોન, મળશે 50MP કેમેરા અને 5000mAhની બેટરી
 
એવી જ રીતે કડાણા ડેમ સાઇટે ફ્લોટિંગ વિલા વિકસાવવાનો પ્લાન એટલા માટે બનાવવામાં આવ્યો છે કે અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં ટુરિસ્ટને આકર્ષી શકાય છે. જ્યારે બેટ દ્વારકામાં ફ્લોટિંગ વિલા બનાવવાથી ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ઉપરાંત શિવરાજપુર સી બીચ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ટુરિસ્ટ જઇ શકે છે.

ગુજરાતમાં ફ્લોટિંગ વિલાના વિકાસથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાનો ઉદ્દેશ છે. રાજ્યમાં પહેલીવાર આવો કન્સેપ્ટ વિચારવામાં આવ્યો છે કે જેથી મુલાકાતીઓ તેમના અનુભવમાં એક નવું પર્યટન સ્થળ માણી શકે. રાજ્ય સરકારે ખાનગી કંપનીઓને ફ્લોટિંગ વિલાના પ્રોજેક્ટમાં આકર્ષવા માટે આમંત્રણ આપવામાં આવ્યા છે. આ વિલામાં પારંપારિક હોટલથી આગળ અપસ્કેલ રહેઠાણની સુવિધા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news