નાનકડા ગામના તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનોના ડુબી જવાથી મોત, જિલ્લામાં ચકચાર
Trending Photos
અમરેલી : જિલ્લાના લાઠી નજીકના દુધાળા ગામના નારાયણ સરોવરમાં બપોરે 1 વાગ્યાની આસપાસ 5 કિશોરો ન્હાવા માટે આવ્યા હતા. ત્યારે કિશોરો પાણીમાં ડુબી જતા નાનકડા ગામમાં ચકચાર મચી ગઇ હતી. જેના પગલે તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યા છે. કિશોરોના મોતના પગલે તમામ પરિવારોમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. લાઠીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં 5 કિશોરો ન્હાવા માટે પડ્યા હતા. ત્યારે નહાવા દરમિયાન ડુબી ગયા હતા.
જેના પગલે તંત્રના અધિકારીઓ સહિત તરવૈયાઓ મારફતે શોધખોળ આદરી છે. ત્યાર બાદ તમામ કિશોરોના મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે ઇન્ચાર્જ મામલતદાર સહિતનો તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત નાનકડા ગામની આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઇ છે. આ નાનકડા શહેરના અગ્રણીઓ અને સેવાભાવી લોકો પણ દોડી આવ્યા હતા. તરવૈયાઓ દ્વારા શોધખોળ આદરવામાં આવી છે. આ દરમિયાન તમામ મૃતદેહો મળી આવ્યા છે. હાલ તો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના અંગે માહિતી મળતા યુવાનોના પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમના આક્રંદથી નાનકડું ગામ જાણે કે થથરી ગયું હતું. ગામના આગેવાનો સહિતનાં લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોને સાંત્વના આપવા માટે પહોંચી ગયા હતા. ન્હાવા પડેલા તમામ યુવાનો કિશોર વયના હતા.
મૃત્યુ પામનારા યુવાનોનાં નામ...
વિશાલભાઈ મનીષભાઈ મેર, ઉંમર વર્ષ 16
નમનભાઈ અજયભાઇ ડાભી, ઉંમર વર્ષ 16
રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ, ઉંમર વર્ષ 16
મિત ભાવેશભાઈ ગળથીયા, ઉંમર વર્ષ 17
હરેશભાઇ મથુરભાઈ મોરી, ઉમર વર્ષ 18
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે