અમદાવાદ: પ્રહલાદનગરના ટીમ્બર પોઈન્ટ બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગી આગ

અમદવાદના પોશ વિસ્તાર પ્રહલાદનગર ગાર્ડન રોડ પર આવેલ ટિમ્બર પોઇન્ટ નામના બિલ્ડીંગ માં આગ નો બનાવ સામે આવ્યો છે.  

અમદાવાદ: પ્રહલાદનગરના ટીમ્બર પોઈન્ટ બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગી આગ

ઉદય રંજન, અમદાવાદ: અમદવાદના પોશ વિસ્તાર પ્રહલાદનગર ગાર્ડન રોડ પર આવેલ ટિમ્બર પોઇન્ટ નામના બિલ્ડીંગ માં આગ નો બનાવ સામે આવ્યો છે.  ટિમ્બર પોઇન્ટ બિલ્ડીંગમાં આ આગ બેઝમૅટના પાર્કિંગમાં બપોરના સમયે લાગી હતી . આગ લાગતા ચોથા માળ સુધી ધુમાડો થતા લોકોને ગૂંગણામણ થઇ હતી. 

આ બિલ્ડીંગના ચોથા માળ પર આઇટી કંપની માં અંદાજે 150 લોકો ફસાયા હતા. ફાયર વિભાગે ઘટના સ્થળ પર આવી લોકોને સીડી મારફતે બચાવ્યા હતા. આ ઘટના બાદ લોકોએ તાજેતરમાં બનેલી સુરતની ઘટનાને યાદ કરી હતી. પોલીસ અને ફાયરની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બિલ્ડીંગ બંધિયાર બનવાના કારણે ધુમાડો વધુ થયો હતો.

જુઓ LIVE TV

પોલીસે એફએસએલને બોલાવીને આગ કયા કારણે લાગી હતી તે તપાસ શરુ કરી છે. પોલીસ અને ફાયરનું પ્રાથમિક અનુમાન છે કે બેઝમેન્ટ પાર્કિંગમાં સ્પાર્કિંગ અથવા ઓવર હિટિંગ એન્જીનના કારણે થઇ હોય શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news