સિંહોની સુરક્ષા માટે ગીરના જંગલમાં મૂકાઈ વધુ એક ટેકનોલોજી, સિંહોના અકસ્માતને ટાળી શકાશે
Gir Lions Safety : ગીરમાં સિંહોના સંવર્ધન માટે વન વિભાગ ઉપયોગ કરશે ફાઇબર ઓપ્ટિકલ ટેક્નોલોજી, જે સિંહોની સુરક્ષામાં બનશે મદદરૂપ
Trending Photos
Junagadh News અશોક બારોટ/જૂનાગઢ : ગીર જંગલ વિસ્તારમાં સિંહોના સંવર્ધન માટે હવે વન વિભાગ વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. જુનાગઢ વન વિભાગ દ્વારા ફાયબર ઓપ્ટિકલ સિંહની સુરક્ષા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
દિવસે દિવસે વન વિભાગ સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. જેમાં પ્રથમ માઈક્રોચીપ રેડિયો કોલર સેટેલાઇટ સહિતના ટેકનોલોજીની મદદથી સિંહ સુરક્ષા માટે ઉપયોગ કરતો હતો. પરંતુ હવે તેમાં પણ વન વિભાગ અપડેટ કરીને વાણીયાવાવ વિસ્તારમાં કેમેરા સીસીટીવી લગાવવામાં આવ્યા છે, જે અલગ અલગ ટેકનોલોજી સાથે સંકળાયેલા છે. સ્પીડ મોનિટરની સિસ્ટમ લગાવવામાં આવી છે. જેમાં અલગ અલગ કેમેરા 1 km સુધી લગાવવામાં આવ્યા છે. જેનાથી ત્યાંથી પસાર થતી તમામ ગાડીઓ અને વન્ય પ્રાણીઓના વીડિયો તાત્કાલિક મળી જાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આજે તેને ટ્રાન્સફર કરવા માટે ફાઇબર ઓપ્ટિક્સ મદદ વગર શક્ય નથી, જે માટે ખૂબ જ અગત્યનું પાસું ફાઇબર ઓપ્ટિક્સ ગણવામાં આવે છે. જેનાથી સાસણમાં મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, ત્યાં ડેટા લઈ જવા માટે આ ફાઇબર ઓપ્ટિક્સની મદદ જરૂરી બનશે.
આ વિશે વન વિભાગ જુનાગઢના સીસીએફ આરાધના શાહુએ જણાવ્યું કે, આ ટેકનોલોજીના આવવાથી રેલવે ટ્રેક ઉપર વારંવાર આવી જતા વન્ય પ્રાણીઓના થતા અકસ્માતને અટકાવી શકવામાં પણ ખૂબ જ મદદ મળશે. આ ટેકનોલોજીથી રેલવે તેમજ વન વિભાગના સ્ટાફને જ્યારે કોઈ અન્ય પ્રાણી રેલવે લાઈનની આજુબાજુમાં આવશે તો તે માટે કંટ્રોલ સેન્ટરમાં પ્રવેશ કરશે અને ત્યાં મેસેજ આવશે. આ ઉપરાંત આ વિસ્તારમાં વન વિભાગ જ કામ કરતો હશે તેને અને રેલ્વે કર્મચારીને પણ જાણ કરી એલર્ટ કરવામાં આવશે, જેનાથી સિંહના અકસ્માતોને અટકાવી શકાશે.
આમ સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે હવે વન વિભાગ હાઇટેક બની રહ્યું છે. ત્યારે ફાઈબર ઓપ્ટિક્સની મદદથી હવે વિભાગ વધુ મજબૂત રીતે કામ કરી અને પુણ્ય પ્રાણીઓનું રક્ષણ કરી શકવા સક્ષમ બનશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે