પંચમહાલના શહેરા તાલુકામાં અપહરણ બાદ પિતા-પુત્રની ઘાતકી હત્યા, જાણો શું છે મામલો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે પિતા પુત્રના અપહરણ કર્યા બાદ ઘાતકી હત્યા કરાયાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. પિતાના આડા સંબંધનો ભોગ બની 2 વર્ષના માસુમે પણ જીવ ગુમાવ્યાની હકીકતો સામે આવતા જ બધા સ્તબ્ધ થઈ ગયા છે. આ અનૈતિક પ્રેમ પ્રકરણમાં પિતાને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
Trending Photos
જ્યેન્દ્ર ભોઈ, પંચમહાલઃ પોતાના પરિવારની લાડકીના પ્રેમમાં હોવાની શંકા રાખી પરિવારના સભ્યોએ ભેગા મળી પરણીત પ્રેમી અને તેના બે જ વર્ષના માસૂમ પુત્રની ઘાતકી હત્યા કરી નાખી હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાથી હત્યા કરાયેલ પિતાની લાશ નર્મદાની મુખ્ય કેનાલ માંથી મળી આવી છે, જયારે નદીમાં જીવતા જ નાખી દેવામાં આવેલા પુત્રની શોધખોળ સતત ચાર દિવસથી પોલીસ અને NDRF ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે પિતા પુત્રના અપહરણ કર્યા બાદ ઘાતકી હત્યા કરાયાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. પિતાના આડા સંબંધનો ભોગ બની 2 વર્ષના માસુમે પણ જીવ ગુમાવ્યાની હકીકતો સામે આવતા જ બધા સ્તબ્ધ થઈ ગયા છે. આ અનૈતિક પ્રેમ પ્રકરણમાં પિતાને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે
શહેરા તાલુકાના વલ્લવપુર ગામના મંદિર ફળિયામાં રહેતો ૨૮ વર્ષીય ચિરાગ ભરતભાઈ માછી તેનો ૨ વર્ષનો પુત્ર પ્રિન્સ રડતો હોવાના કારણે નજીકના મોરવા(રેણાં) ગામે ફરવા લઈ જવાનું કહી સાંજના ૫ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મોડી રાત સુધી પણ ચિરાગ ઘરે ન આવતા તેના પરિવારજનો દ્વારા શહેરા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. જે બાબતે શહેરા પોલીસ ટીમે તપાસ હાથ ધરતા મોરવા(રેણાં) ગામની હાઇસ્કુલ સામે રોડની સાઈડમાં ચિરાગની બાઈક મળી આવી હતી, ત્યારબાદ પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા ચિરાગ માછીને ગોકળપુરા ગામના ફુલચંદ ઉર્ફે ભીખાભાઈ પગીએ પોતાની પુત્રી થોડા સમય પહેલા ભાગી ગઈ હતી. જેને ચિરાગ જ ભગાડી લઈ ગયો હોવા સાથે આડોસંબંધ હોવાનો વ્હેમ રાખી ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આરોપી ફુલચંદે પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે તેઓ જ પોતાના ના પરિવારના સભ્યો અને અન્ય લોકોની મદદથી ચિરાગ માછી અને તેના બે વર્ષ ના પુત્ર પ્રિન્સનું અપહરણ કરી ચિરાગની હત્યા કરેલ લાશ બાજુની જ નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. જ્યારે બે વર્ષના માસૂમ પ્રિન્સને જીવતો જ કેનાલ નીચેથી પસાર થતી મહી નદીમાં ફેંકી દેવા માં આવ્યો હતો.
આરોપી ફુલચંદ પગી અને તેનો પુત્ર શૈલેષ ફુલચંદ પગી તેમજ ખરોલી ગામનો જગદીશ ઉર્ફે જયદીપ પ્રવિણ પરમાર અને ચિત્રિપુર ગામનો ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અર્જુન આ ચારેય ઈસમોએ ભેગા મળી ચિરાગને મારી નાંખવાનું કાવતરું રચી ગત ૨૦મી ઓક્ટોબરની સાંજે ચિરાગ તેના પુત્ર પ્રિન્સને મોટર સાયકલ પર લઈ મોરવા આવવા નીકળ્યો હતો. દરમિયાન ફુલચંદ પગી તેમજ તેના સાગરિતોએ ચિરાગ અને તેના બે વર્ષના પુત્ર પ્રિન્સનું અપહરણ કરી ઈકો ગાડીમાં લઇ ગયા હતા.ત્યારબાદ ખરોલી ગામે ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં ચિરાગને લાકડાના ડંડા વડે માર માર્યો હતો. ફુલચંદ અને સાગરીતોએ ભેગા મળી ચિરાગ પર લાકડાના એટલા ફટકા વર્ષાવ્યા કે ચિરાગનું ઘટના સ્થળે જ ઢીમ ઢળી ગયું. ત્યાર બાદ ચિરાગની લાશને ગોધરા તાલુકાના નદીસર નજીક જુનીધરી ગામની સીમમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના પાણીમાં ફેંકી દીધો હતો. કાળજું ત્યારે કંપી ઉઠ્યું કે જ્યારે આ સમગ્ર પ્રકરણમાં નિર્દોષ અને દુનિયાદારીથી અજાણ એવા ચિરાગના માસૂમ પુત્ર પ્રિન્સને એકસઠ પાટિયા નજીક મહીસાગર નદીના પાણીના પટમાં ફેંકી દીધો હતો.
શહેરા પોલીસ સમક્ષ આરોપી ફુલચંદે કરેલ કબૂલાત બાદ પંચમહાલ પોલીસ દ્વારા અલગ અલગ ટિમો બનાવી સાથે NDRFની પણ મદદ લઇ પિતા પુત્રની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ભલાડા ગામની મુખ્ય નર્મદા કેનાલમાંથી ચિરાગની લાશ મળી આવી હતી. જયારે ચાર દિવસ બાદ પણ બે વર્ષના માસુમ પ્રિન્સના કોઈ સમાચાર મળ્યા નથી. જિલ્લા પોલીસ અને ટીમ સહીત NDRFની ટીમ દ્વારા સતત ચાર દિવસ થી માસુમ પ્રિન્સની શોધખોળ કરવામાં આવી રહી છે.
શહેરા પોલીસ દ્બારા ચાર લોકો સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપી ફુલચંદ પગી તેમજ ખરોલી ગામનો જગદીશ ઉર્ફે જયદીપ પ્રવિણ પરમાર અને ચિત્રિપુર ગામનો ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. જયારે મુખ્ય સૂત્રધાર શેલેષ ફુલચંદ પગી ને પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે .
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે