દીકરીના સાસરીવાળાનો દુશ્મન બન્યો પિતા, લગ્નના 2 વર્ષ બાદ કર્યું આ કામ; જાણો શું છે સમગ્ર મામલો
ઉપલેટાની કે જ્યાં પુત્રીએ પ્રેમ લગ્ન કર્યા અને તેનો પરિવાર તેનો અને તેના સાસરી વાળાનો દુશમન બની બેઠો અને દીકરીના સાસરી વાળાને મારવા માટે 50 હજારની સોપારી આપી હતી
Trending Photos
દિનેશ ચંદ્રવાડિયા/ ઉપલેટા: સમાજ અને કુટુંબ જ્યારે પ્રેમનું દુશ્મન થાય છે ત્યારે તે દુશ્મની લાંબો સમય ચાલે છે અને તેમ તેમ યુદ્ધ જેવી સ્થિતિ પણ સર્જાય છે. આવી જ એક ઘટના છે. ઉપલેટાની કે જ્યાં પુત્રીએ પ્રેમ લગ્ન કર્યા અને તેનો પરિવાર તેનો અને તેના સાસરી વાળાનો દુશમન બની બેઠો અને દીકરીના સાસરી વાળાને મારવા માટે 50 હજારની સોપારી આપી હતી.
કોણે કરાવ્યો દીકરીના સાસરીવાળા ઉપર હુમલો?
ઉપલેટાના ડુમિયાણી ગામમાં એક ઘટના બની કે જેમાં ગામના રહેવાસી એવા ભુપતભાઇ મોહનભાઇ અમૃતિયા ઉપર વાંકાનેરના 3 અને ડુમિયાણી ગામના 1 વ્યક્તિએ હુમલો કરીને પગ ભાંગી નાખ્યા અને ઉપલેટા પોલીસમાં ફરિયાદ થઇ જેની તપાસમાં જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી.
આ પણ વાંચો:- માસ પ્રમોશનની ખુશી પણ ન ઉજવી શક્યો ધોરણ-12નો વિદ્યાર્થી, બાથરૂમમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
શું બાબત છે?
વાત છે ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામની. આજથી 2 વર્ષ પહેલા ડુમિયાણી ગામમાં રહેતા જીગ્નેશ અમૃતિયાને ડુમિયાણીમાં જ રહેતી માનસી રાજેશભાઈ મણવરની સાથે પ્રેમ થયો હતો. જીગ્નેશના ઘરેથી આ પ્રેમ સબંધ માટે કોઈ વાંધો નહતો પરંતુ જેમ ફિલ્મમાં હોય છે તેવી રીતે જ છોકરીના પિતાને આ પ્રેમ સબંધથી વાંધો હતો. આમ છતાં જીગ્નેશ અને માનસીએ કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા હતા અને તેઓ ડુમિયાંણી છોડીને મોરબી રહેવા જતા રહ્યા હતા. દીકરી માનસીએ પ્રેમ લગ્ન કરતા પિતા રાજેશ મણવર ક્રોધે ભરાયો હતો અને દીકરીના સાસરી વાળાને ધમકી પણ આપી હતી કે, હું તમને મારી નાખીશ, તમારા ટાંટિયા ભાંગી નાખીશ.
આ વાત અને લગ્નને 2 વર્ષ જેવો સમય વીતી ગયો હતો અને એવું લાગતું હતું કે હવે મામલો થાળે પડી ગયો છે. ત્યારે લોકડાઉન અને કોરોનાને લઈને જે સ્થિતિ આવી તેને લઈને પ્રેમ લગ્ન કરનાર જીગ્નેશ અને માનસી ફરી ડુમિયાણી આવ્યા હતા અને તે દરિમયાન માનસીના પિતા રાજેશ મણવર મોકો શોધતો હતો. તે દરમિયાન જીગ્નેશના મોટા બાપુજી અને 60 વર્ષની ઉંમરના ભુપતભાઇ અમૃતિયાનો ભેટો થઇ ગયો અને તેને માર મારવામાં આવ્યો અને તેના બંને ટાંટિયા અને ડાબો હાથ ભાંગી નાખ્યા હતા. ઘાયલ ભુપતભાઈ હાલ તો ઉપલેટાની ખાનગી સ્વસ્તિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઉપલેટા પોલીસે હુમલાખોરની તપાસ કરતા હુમલાખોર મારુતિ ઇકો કાર GJ 36F 4998 માં હુમલાખોર આવ્યા હતા અને ભુપતભાઇ ઉપર હુમલો કર્યો હતો. ઉપલેટા પોલીસે તપાસ કરતા ઇકો કાર વાંકનેરની હતી અને ત્યાંથી તેનો ડ્રાઈવર સાથે કબ્જો કર્યો હતો સાથે અન્ય બે હુમલાખોરને પણ પકડી પડેલ હતા. જેમાં મૂળ ઉપલેટાનો રહેવાસી અને હાલ વાંકાનેરમાં રહેતો મુખ્ય આરોપી આફતાબ મજીદ ખલિફા ઉર્ફે મુન્નો પંચરવાળો, બીજો વાંકાનેરનો રહેવાસી એવો હુસેનખાન યુસુફખાન અફરેજી ઉર્ફે ભયું પઠાણ અને અન્ય વાંકાનેરનો રહેવાસી એવો બિસ્મિલ અકબર દીવાનની ઘરપક્ડ કરવામાં આવી હતી. આ 3 સાથે મુખ્ય આરોપી એવો આ પ્રેમ લગ્નનો દુશ્મન એવો છોકરીનો બાપ રાજેશ કુરજીભાઈ મણવરને ઉપલેટા પોલીસે પકડી પડેલ હતા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે.
આ પણ વાંચો:- ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અત્યાર સુધી પકડ્યા 1600 સાપ!
હુમલાખોરો ક્યાંના અને કારણ શું?
અહીં પ્રશ્ન એ થાય કે એક હુમલાખોર દીકરીનો બાપ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામનો છે અને અન્ય મોરબી જિલ્લાના વાંકાનેરના છે તો આ હુમલાખોર વાંકાનેરથી આટલા દૂર કેમ હુમલો કરવા આવ્યા અને તેનું કારણ શું? હુમલાખોરમાં એક મુખ્ય હુમલાખોર આફતાબ મજીદ ખલિફા મૂળ ઉપલેટાનો રહેવાસી છે અને તે છોકરીના બાપ રાજેશ મણવરના સમ્પર્કમાં આવ્યો જેને રાજેશે બધી વાત કરી કે મારે જીગ્નેશ અને તેના પરિવારના સભ્યોના ટાંટિયા ભાંગી નાખવા છે તો શું કરવું અને અહીં એક સોદો થયો જેમાં જીગ્નેશના પરિવાર ઉપર હુમલો કરવા માટે 50 હજારની સોપારી આપવામાં આવી જે મુજબ દીકરીના બાપ રાજેશ સિવાયના હુમલાખોરોએ 50 હજાર લઈને જીગ્નેશના પરિવારમાં ભુપતભાઇને ટાર્ગેટ બનાવ્યા અને ટાંટિયા ભાંગી નાખ્યા હતા.
હુમલાખોરોને પકડીને જેલ હવાલે કર્યા
હાલ તો 3 જેટલા ભાડુતી હુમલાખોરોને સોપારી લેવી મોંઘી પડી ગઈ છે અને ઉપલેટા પોલીસનો મસાલો ખાઈ રહી છે. જ્યારે રાજેશ મણવર તો દીકરીનું સુખ નહિ જોઈ શકતા અને તેનો સંસાર વિખવા જતા પોતે જેલ ભેગો થઇ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે